Ahmedabad

મેટ્રીમોનિયલ સાઈટ પરથી મેરેજ કરનાર NRI મહિલાનો ત્રીજો પતિ પણ દગાબાજ નીકળ્યો!: અનેક મહિલાઓ સાથે અફેર ઝડપાયું

By GS Team
4 Oct 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના સેટેલાઇટમાં રહેતી 46 વર્ષીય NRI મહિલાએ ત્રીજા પતિ યતીન શાહ અને તેના 2 સંતાનો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શાદી.કોમ દ્વારા લગ્ન કરનાર યતીનને અન્ય 10-15 યુવતીઓ સાથે સંબંધો હોવાનું ખુલ્યું છે. પતિ જુગાર રમતો અને અન્ય મહિલાઓ સાથે હોટલમાં રોકાતો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેટ્રીમોનિયલ સાઈટ પરથી મેરેજ કરનાર NRI મહિલાનો ત્રીજો પતિ પણ દગાબાજ નીકળ્યો!: અનેક મહિલાઓ સાથે અફેર ઝડપાયું

Ahmedabad NRI Woman Third Marriage Cheating: અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક NRI મહિલાએ તેના ત્રીજા પતિ અને પતિના બે સંતાનો વિરૂદ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારો આરોપ મુકતી ફરિયાદ કરી છે. જેમાં ત્રીજા લગ્ન કરનાર પતિને અન્ય 10થી 15 યુવતીઓ સાથે સંબધ હોવાનો અને આ પૈકી એક યુવતી સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરાયો છે. આ અંગે પોલીસે જરૂરી પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શાદી.કોમ મારફતે લગ્ન કરનાર NRI પરિણીતાનો ત્રીજો પતિ પણ દગાબાજ નીકળ્યો

સેટેલાઇટમાં રહેતા 46 વર્ષીય મહિલા અમેરિકાની સિટીઝનશીપ ધરાવે છે. તેમના પહેલા લગ્ન નિલેશ નામના વ્યક્તિ સાથે થયા હતા અને જેનાથી તેમને સંતાનમાં બે દીકરીઓ હતી. જે હાલ અમેરિકા રહે છે. પરંતુ કોઇ કારણસર વર્ષ 2015 તેમના છુટાછેડા થયા હતા. વર્ષ 2018માં તેમણે એક વ્યક્તિ સાથે લગ્ન રજીસ્ટ્રર કરાવ્યા હતા. જો કે, કેટલીક બાબતોની સ્પષ્ટતા ન થતા છુટછેડા માટે નોંધણી કરાવી હતી.

આ પછી વર્ષ 2023માં મહિલાએ શાદી.કોમથી ડિસેમ્બર 2023માં યતીન શાહ(રહે. સમીટ પ્લેટીનીયમ, મકરબા) સાથે લગ્ન કર્યા હતા. યતીનના પણ ત્રીજા લગ્ન હતા અને તેમને પ્રથમ લગ્નથી સંતાનમાં 30 વર્ષનો પુત્ર ઉત્સવ અને 35 વર્ષની પુત્રી રૂતુઝા હતી. લગ્ન બાદ યતીન સતત ફોન પર વાતચીત કરતો હોવાથી મહિલાએ તપાસ કરી ત્યારે પતિના મોબાઇલમાં મુંબઇ અને ગોવામાં રહેતી યુવતીઓના મોબાઇલ નંબર હતા.

થોડા સમય બાદ પતિ મહિલાને ભાડાના અન્ય મકાનમાં રહેવા લઇ ગયો હતો અને કારણ આપ્યું હતું કે આપણા સંતાનોને લગ્ન પસંદ નથી. જેથી બધુ સારું થઇ જશે પછી કાયમ રહેવા માટે આવી જવાનું છે. ડિસેમ્બર 2024માં બંને ગોવા ફરવા ગયા ત્યારે યતીન જુગારમાં નાણાં હારી ગયો હતો અને હોટલના સ્ટાફે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે આ હોટલમાં અન્ય મહિલાઓ સાથે પણ રહેવા આવી ચુક્યો હતો.

અનેક મહિલાઓ સાથે અફેર ઝડપાયું

મહિલાએ તેના પતિના મોબાઇલમાં મુંબઇ સુવર્ણા નામથી સેવ કરેલા મોબાઇલ નંબર પર વાત કરતા તે યુવતીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, 'હું પણ તેની પત્ની છું.' જેથી આ અંગે મહિલા યતીન પાસે સ્પષ્ટતા માંગતા તેને માર મારવામાં આવ્ય હતો. એટલું જ તેમના બંને સંતાનો પણ ત્રાસ આપતા હતા. બીજી તરફ મહિલાને યતીનના મોબાઇલ ફોનમાં તપાસ કરતા 15 જેટલી યુવતીઓના મોબાઇલ નંબર મળી આવ્યા હતા. જેની સાથે તે ચેટ કરતો હતો અને લગ્ન કરવાની ખાતરી આપતો હતો. તેણે ત્રીજા લગ્નની વાત પણ છુપાવી હતી.

આ બાબતે મહિલાએ યતીન અને તેના બંને સંતાનો જણાવતા તેમણે કહ્યું હતું કે, 'મારા પિતા આમ જ રહેશે અને ન ફાવે તો જતા રહેજો.' અંતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પરંતુ યતીને તે વખતે માફી માંગતા સમાધાન થયું હતું. જો કે, થોડા દિવસ પહેલા ઉદેપુરની હોટલમાં યતીને દારુ પીને ધમાલ કરીને મહિલાને માર માર્યો હતો. છેવટે આ અંગે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.