Ahmedabad

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર

By GS Team
15 Oct 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 13-14 ડિગ્રીના તફાવતથી મિશ્ર વાતાવરણ છે. હવામાન વિભાગે ચાલુ સપ્તાહના અંતે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ-દાદરા નગરહવેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. ભુજ, ડીસા, સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર

Gujarat Weather Alert: ન્યુનતમ અને મહત્તમ ઉષ્ણતામાનમાં 13થી 14 ડિગ્રીના ફરકથી ગુજરાતમાં મિશ્ર વાતાવરણ વચ્ચે ચાલુ સપ્તાહના અંતે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તેમજ નવસારી, વલસાડમાં હળવા વરસાદની સંભાવના છે. ભુજ, ડીસા, સુરેન્દ્રનગરમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી નોંધાયું છે.

20261015-276862-1792004086.jpeg

દેશના બાકી ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં મહત્તમ અને ન્યુનતમ ઉષ્ણતામાન આંકમાં 13થી 14 ડિગ્રીના ફરક વચ્ચે મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં સુકા હવામાન વચ્ચે ચાલુ સપ્તાહના અંતે એટલે કે 19ના સમયગાળામાં સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ-દાદરા નગરહવેલી વિસ્તારોમાં છટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યકત કરી છે. જો કે, નવરાત્રીમાં વિક્ષેપ ચાર જિલ્લાના વિસ્તારોને બાદ કરતાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત છે અને તાપમાનની દ્રષ્ટિએ વાતાવરણ મિશ્ર રહી શકે છે.