Ahmedabad

અમદાવાદમાં ગરબાના બનાવટી પાસ મોકલવાના કૌભાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન બોગસ ગરબા ટિકિટોના ઓનલાઈન વેચાણ દ્વારા મોટાપાયે છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ સેલની તપાસમાં રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી આંતરરાજ્ય ગેંગ સક્રિય હોવાનું જણાયું છે. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર ઓછી કિંમતે ટિકિટ આપી, ઈ-મેઈલ મોકલી લોકોને છેતરી, બાદમાં ટિકિટ નકલી નીકળતા અનેક લોકોએ નાણાં ગુમાવ્યા. સાયબર ક્રાઈમ સેલ અન્ય રાજ્યોની પોલીસની મદદથી આરોપીઓને ઝડપવા કાર્યવાહી કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ગરબાના બનાવટી પાસ મોકલવાના કૌભાંડમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી

Ahmedabad Navratri News : નવરાત્રી દરમિયાન અમદાવાદ અને અન્ય શહેરોના જાણીતા મોટા ગરબા આયોજનની બોગસ ટિકિટ સોશિયલ મિડીયામાં ઓનલાઇન વેચાણ કરીને મોટાપાયે છેતરપિંડી કરવાના કૌભાંડમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા શરૃ કરવામાં આવેલી તપાસમાં આંતરરાજ્ય ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જે અનુસંધાનમાં અન્ય રાજ્યની પોલીસની મદદ લઇને સાયબર ક્રાઇમ સેલની અલગ અલગ ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરી છે.

નવરાત્રી દરમિયાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર નવરાત્રીના મોટાઆયોજનની ટિકિટ ઓછી કિંમતે આપવાનું કહીને છેતરપિંડી કરતી ગેંગ મોટાપાયે સક્રિય થઇ હતી. જેમાં મોટાપ્રમાણમાં લોકોએ નાણાં ગુમાવ્યા હતા. એટલું જ નહી ગઠિયાઓએ ટિકિટ બુક કરીને વિશ્વાસ આવે તે માટે ટિકિટ ખરીદનારને ઇ-મેઇલ પણ મોકલતા હતા. બાદમાં ગરબાના સ્થળ પર પહોંચે ત્યારે ટિકિટ નકલી હોવાની જાણ થઇ હતી. આ અંગે સાયબર ક્રાઇમમાં અનેક લોકોએ જાણ કરી હતી અને એક ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

ત્યારે ટેકનીકલ એનાલીસીસ તેમજ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પરથી મળેલી માહિતીને આધારે જાણવા મળ્યું હતું કે આ કૌભાંડ રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ચલાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે સાયબર ક્રાઇમ સેલની અલગ અલગ ટીમ દ્વારા અન્ય રાજ્યની પોલીસની મદદથી આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.