ગુજરાતના જાણીતા કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લનું નિધન, ગુજરાતી સાહિત્ય જગતમાં શોકનું મોજું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarati poet Rajendra Shukla passes away : ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ અને ગઝલકાર રાજેન્દ્ર શુક્લનું આજે અમદાવાદમાં 84 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોક છવાયો છે. રાજેન્દ્ર શુક્લએ અમદાવાદ ખાતે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. સાંજે 6 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી થલેતજ સ્મશાન સુધી તેમની સ્મશાન યાત્રા નીકળશે.
રાજેન્દ્ર શુક્લનું પુરૂ નામ રાજેન્દ્ર અનંતરાય શુક્લ છે. તેમનો જન્મ 12 ઓક્ટોબર 1942ના રોજ જૂનાગઢના બાંટવા ગામે થયો હતો. તેઓ ગુજરાતિ સાહિત્યના એક પ્રતિષ્ઠિત ગઝલકાર, કવિ અને વિવેચક હતા. તેમના પત્ની નયના જાની પણ એક જાણીતા ગુજરાતી કવિયત્રી છે.
રાજેન્દ્ર શુક્લનો અભ્યાસ અને કાર્ય
- અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે અનુસ્નાતક (એમ.એ.)ની પદવી મેળવી.
- 1982 સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપન કાર્ય કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી
- નિવૃત્તિ બાદ સંપૂર્ણપણે કાવ્યસર્જનને સમય ફાળવ્યો
રાજેન્દ્ર શુક્લના સર્જન
- કોમલ રિષભ
- સ્વવાચકની શોધ
- અંતર ગાંધાર
- ગઝલસંહિતા
રાજેન્દ્ર શુક્લને મળેલા સન્માન
- 2006માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ
- 2007માં ‘ગઝલસંહિતા’ માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર
- 2008માં નર્મદ સુવર્ણચંદ્રક પુરસ્કાર
- 2009માં વલી ગુજરાતી ગઝલ એવોર્ડ
- કવિ શ્રી ન્હાનાલાલ પારિતોષિક તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પુરસ્કાર




