Ahmedabad

ડાક વિભાગનું પુનર્ગઠન કરાયું: અમદાવાદ જિલ્લામાં હવે 3 ડિવિઝન, રાજ્યમાં 5 નવા પોસ્ટલ વિભાગ રચાયા

By GS Team
31 Oct 20262 mins read
TukuTouch Logo
ભારતીય ટપાલ વિભાગે ગુજરાત સર્કલમાં સેવાઓ ઝડપી બનાવવા પુનર્ગઠન કર્યું છે. અમદાવાદ GPO ખાતે 'અમદાવાદ હેરિટેજ સિટી ડાક મંડળ' અને શાહીબાગ સ્પીડ પોસ્ટ ભવન ખાતે 'પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ)' કચેરીનું ઉદ્ઘાટન કરાયું. 1 નવેમ્બર, 2026 થી રાજ્યભરમાં અમલી બનશે. સુરત સહિત 5 નવા પોસ્ટલ વિભાગો બન્યા, જેમાં અમદાવાદના 3 ડાક મંડળોનો સમાવેશ થાય છે. આનાથી ડિલિવરી ઝડપી બનશે અને ફરિયાદ નિવારણ સરળ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડાક વિભાગનું પુનર્ગઠન કરાયું: અમદાવાદ જિલ્લામાં હવે 3 ડિવિઝન, રાજ્યમાં 5 નવા પોસ્ટલ વિભાગ રચાયા

Gujarat Postal Department Restructuring: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગુજરાત સર્કલમાં વહીવટી ક્ષમતા વધારવા અને સેવાઓ ઝડપી બનાવવા માટે વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. અમદાવાદ જીપીઓ ખાતે શનિવારે(31 ઑક્ટોબર) નવરચિત ‘અમદાવાદ હેરિટેજ સિટી ડાક મંડળ’ અને શાહીબાગ સ્પીડ પોસ્ટ ભવન ખાતે ‘પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ)’ કચેરીનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવી વ્યવસ્થા 1 નવેમ્બર, 2026થી રાજ્યભરમાં અમલી બનશે.

'મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ'ના અભિગમ હેઠળ આ પુનર્ગઠન કરાયું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહક-કેન્દ્રિત, ટેક્નોલોજી આધારિત અને કાર્યક્ષમ નેટવર્ક ઊભું કરવાના ઉદ્દેશ્ય સાથે કરાયેલા આ વિભાજન અંગે પોસ્ટમાસ્ટર જનરલે વધુમાં જણાવ્યું કે, પુનર્ગઠન અંતર્ગત રાજ્યમાં સુરત ખાતે નવા ડાક પરિક્ષેત્ર સહિત પાંચ નવા પોસ્ટલ વિભાગો—અમદાવાદ હેરિટેજ સિટી, અમદાવાદ ઉત્કર્ષ, દાહોદ, સુરત (પૂર્વ) અને ગાંધીધામની રચના કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાનું નવું વહીવટી માળખું

અમદાવાદ જિલ્લામાં હવે ત્રણ ડાક મંડળો કામ કરશે

  • અમદાવાદ સિટી: મુખ્ય મથક નવરંગપુરા હેડ પોસ્ટ ઑફિસ.
  • અમદાવાદ હેરિટેજ સિટી: મુખ્ય મથક અમદાવાદ જીપીઓ, જે શહેરના સમગ્ર પૂર્વ વિસ્તારની પોસ્ટલ સેવાઓ સંભાળશે.
  • અમદાવાદ ઉત્કર્ષ: મુખ્ય મથક ધોળકા પોસ્ટ ઑફિસ બિલ્ડિંગ, જે સાણંદ, વિરમગામ, માંડલ, ધોળકા, બાવળા, ધંધુકા અને ધોલેરા તાલુકાઓને આવરી લેશે.

ઉત્તર ગુજરાત સર્કલનું સૌથી મોટું પરિક્ષેત્ર બન્યું

રાજકોટ પરિક્ષેત્રમાંથી ભાવનગર અને સુરેન્દ્રનગર ડાક મંડળોનો ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં સમાવેશ કરાતાં અહીં કુલ મંડળોની સંખ્યા 9 થઈ ગઈ છે. જેમાં અમદાવાદ સિટી, હેરિટેજ, ઉત્કર્ષ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર અને ભાવનગર સામેલ છે.

લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ સેવાઓ એક છત્ર હેઠળ

લોજિસ્ટિક્સ વ્યવસાયને પ્રાથમિકતા આપતાં પીએમજી (લોજિસ્ટિક્સ) અને નિદેશક (સેલ્સ)ની નવી કચેરી શરૂ કરાઈ છે. આ કચેરી હેઠળ ગુજરાતની તમામ રેલવે મેઇલ સર્વિસ(RMS) કચેરીઓ, ફોરેન પોસ્ટ ઑફિસ, પરિવહન સેવાઓ અને મેઇલ મોટર સર્વિસનું સીધું સંચાલન રહેશે.

સામાન્ય નાગરિકો અને વેપારીઓને થનારા ફાયદા

  • ઝડપી ડિલિવરી: અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનું વિભાજન થવાથી ટપાલ, સ્પીડ પોસ્ટ અને પાર્સલ વિતરણમાં વિલંબ ઘટશે.
  • ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન: સાણંદ, ધોલેરા જેવા ઔદ્યોગિક અને ગ્રામીણ પટ્ટા માટે અલગ ‘અમદાવાદ ઉત્કર્ષ’ મંડળ બનવાથી ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓને નાણાકીય સેવાઓ તથા ડિલિવરી ઝડપથી મળશે.
  • ઈ-કોમર્સ અને પાર્સલ ટ્રેકિંગ મજબૂત: લોજિસ્ટિક્સ માટે અલગ કચેરી બનવાથી રેલવે મેઇલ સર્વિસ અને ટ્રાન્સપોર્ટ વચ્ચેનું સંકલન વધશે, જેનાથી સ્થાનિક વેપારીઓના પાર્સલ અને કન્સાઈનમેન્ટ સમયસર પહોંચશે.
  • સ્થાનિક સ્તરે ફરિયાદ નિવારણ: વહીવટી એકમો નાના થવાથી લોકોની સેવા સંબંધિત ફરિયાદોનો નિકાલ ઝડપથી થશે.