Ahmedabad

ગુજરાતમાં નારી અને બાળ સંરક્ષણગૃહની સ્થિતિ કથળી! હાઇકોર્ટમાં PILની સુનાવણી વચ્ચે સરકારે રજૂ કર્યો રિપોર્ટ

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટમાં નારી સંરક્ષણ ગૃહોની કથળતી સ્થિતિ અંગેની PIL પર સુનાવણી હાથ ધરાઈ. સરકારે 12થી 15 જિલ્લાના ગૃહોની સ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટ સોગંદનામામાં રજૂ કર્યો. હાઇકોર્ટે અગાઉ આપેલા નિર્દેશોના પાલન અંગે સરકારે તમામ કલેક્ટર સાથે બેઠકો પૂર્ણ કરી હોવાનું જણાવ્યું. અરજદારે નિયમિત મુલાકાત અને સગવડોની તપાસની માગ કરી. વધુ સુનાવણી 2 ડિસેમ્બરે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં નારી અને બાળ સંરક્ષણગૃહની સ્થિતિ કથળી! હાઇકોર્ટમાં PILની સુનાવણી વચ્ચે સરકારે રજૂ કર્યો રિપોર્ટ

Gujarat High Court On Nari Sanrakshan Gruh: રાજ્યભરમાં નારી સંરક્ષણગૃહ અને બાળ સુરક્ષા ગૃહની કથળતી જતી સ્થિતિ મામલે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષો જૂની જાહેરહિતની અરજી ચાલી રહી છે. જેની સુનાવણી આજે(21 ઑક્ટોબર) હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે અગાઉ નારી સંરક્ષણ ગૃહો માટે જે નિર્દેશો આપ્યા હતા, તેની શું સ્થિતિ છે તે અંગે સરકારે કોર્ટમાં સોંગદનામું કર્યુ હતુ. જેમાં 12થી 15 જિલ્લામાં આવેલા નારી સંરક્ષણગૃહની સ્થિતિ અને તેના ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં નારી અને બાળ સંરક્ષણગૃહની સ્થિતિ કથળી!

રિપોર્ટમાં એવી રજૂઆત કરાઇ કે, હાઇકોર્ટે દરેક જિલ્લાના કલેકટર સાથે વ્યકિતગત બેઠક કરવાની સૂચના આપી હતી તે મુજબ સરકારે તમામ કલેકટર સાથે બેઠકો પૂર્ણ કરી છે. અરજદાર તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, હાઇકોર્ટે સ્ટેટ લીગલ ઓથોરિટીને દર મહીને નારી સંરક્ષણગૃહમાં નિયમિત મુલાકાત કરવા આદેશ કર્યો હતો. જેમાં નારી સંરક્ષણગૃહની અંદર કેવી સગવડ છે, તેમની સુરક્ષા અંગે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમના પુનઃ ઉત્થાન માટે સારા શિક્ષકો અને વ્યક્તિઓ અંગે સરકારે શું વ્યવસ્થા કરી છે તે અંગે નવેસરથી તમામ નારી સંરક્ષણગૃહોની તપાસ કરવા દાદ માગવામાં આવી હતી. હાઇકોર્ટે આ અંગે વધુ સુનાવણી બીજી ડિસેમ્બર પર મુકરર કરી છે.

નારી સંરક્ષણ ગૃહોને લઈને હાઇકોર્ટે મુખ્યત્ત્વે 2 કેસમાં મહત્ત્વના નિર્દેશો આપ્યા

  1. ગુજરાત હાઇકોર્ટના નિર્દેશો (2014ના PIL પછી - ઓઢવ નારી સંરક્ષણ ગૃહમાંથી 9 યુવતીઓ ભાગી ગયા પછી)

ગુજરાત હાઇકોર્ટે સરકારને નવા નિયમો બનાવવા આદેશ કર્યો હતો, જે પછી સરકારે નોટિફાઈ કર્યા

  • ઇચ્છા વિરુદ્ધ રાખી ન શકાય: કોઈ પણ પુખ્ત વયની મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ નારી સંરક્ષણ ગૃહમાં રાખી શકાય નહીં. આર્ટિકલ 21 અનુસાર આ તેનો બંધારણીય અધિકાર છે. જો તે મુક્ત થવા માગે તો મેજિસ્ટ્રેટે તરત મુક્ત કરવી જ પડે.
  • શિક્ષણની વ્યવસ્થા: જે યુવતીઓ 1 વર્ષથી વધુ રહેવાની છે તેમને સ્કૂલ/કોલેજમાં એડમિશન અપાવવું, દૂરસ્થ શિક્ષણ અને વીડિયો કોન્ફરન્સથી ભણાવવું.
  • વોકેશનલ ટ્રેનિંગ ફરજિયાત: ફક્ત ઘરકામ નહીં, પણ સ્વાવલંબી બનવા માટે કોમ્પ્યુટર ક્લાસ, સ્કિલ અપગ્રેડેશન, વોકેશનલ ગાઇડન્સ આપવું જરૂરી છે.
  • ભોજન અને કપડાં: ગર્ભવતી મહિલાઓ અને બાળક સાથે રહેતી માતાઓ માટે પૌષ્ટિક આહાર, હેલ્થ એક્સપર્ટની સલાહથી ભોજન. દરેક યુવતીને ઓછામાં ઓછી 4 જોડી કપડાં અને જરૂરી સામાન આપવો.
  • માનસિક કાઉન્સેલિંગ: ઈમોશનલ અને મેન્ટલ હેલ્થ માટે અનુભવી મહિલા કાઉન્સેલર દ્વારા સમયાંતરે કાઉન્સેલિંગ.
  • વ્યવસ્થાપન માટે કમિટી: 12 સભ્યોની સ્ટેટ લેવલ સ્ટીયરિંગ કમિટી બનાવવી જેમાં WCD સેક્રેટરી અધ્યક્ષ, પોલીસ, આરોગ્ય, MSU વડોદરા અને ગુજરાત યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગ, DLSA, NGO પ્રતિનિધિ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને નિવૃત્ત જજ હોય.