અસારવા રેલવે સ્ટેશન પાસે રિક્ષામાંથી 13.62 કિલો ગાંજો ઝડપાયો, કડીના 3 શખસોની ધરપકડ, ઓરિસ્સાના સપ્લાયર સહિત 3 વોન્ટેડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad crime news : રાજ્યમાં નશાના કાળા કારોબારને ડામવાના પ્રયાસો જાણે પુરતા ન હોય તેવું લાગી રહ્યું છે. કોઈએક દિવસ એવો ન નીકળતો હોય કે દારૂ, ડ્રગ્સ કે કોઈ અન્ય નશાયુક્ત પદાર્થો ઝડપાતા ન હોય. ત્યાં અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પાસે એક પેસેન્જર રિક્ષામાંથી રૂ.6.81 લાખની કિંમતના 13.622 કિલો ગાંજાના જથ્થા સાથે કડીના 3 શખસોને પોલીસે ઝડપી પાડ્યા છે. વધુમાં ઓરિસ્સાના મુખ્ય સપ્લાયર સહિત 3 શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈને જતા 3 શખશોને પોલીસે ઝડપ્યા
મળતી માહિતી પ્રમાણે, શહેર કોટડા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, મુનાફખાન ઉર્ફે ભાયો તેના સાગરિતો સાથે ઓટો રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈ અસારવા રેલ્વે સ્ટેશન તરફથી મેમ્કો તરફ જવાનો હતો. જે અનુસંધાને વોચ ગોઠવી રિક્ષામાંથી મુનાફખાન ઉર્ફે ભાયા ઉમેદખાન હિમ્મતખાન કુરેશી (ઉં.વ. 30), હુસેનખાન કાલેખા ઉમરખા પઠાણ (ઉં.વ. 27) અને રિક્ષાચાલક સરફરાજ ઉર્ફે શાહરૂખ ફરીદભાઈ હસુભાઈ શેખ (ઉં.વ. 36), (ત્રણેય રહે. કસબા, કડી, જિ. મહેસાણા)ને ઝડપી લીધા હતા.
3 વોન્ટેડ આરોપીને શોધવા કવાયત, ઓરિસ્સાથી મંગાવાયો હતો ગાંજાનો જથ્થો, કડીમાં કરતા હતા વેચાણ
રિક્ષામાં તપાસ કરાતા તેમની પાસે રહેલી બે બેગના 7 પેકેટ અને જેકેટમાંથી મળેલી પ્લાસ્ટિકની થેલીમાંથી કુલ 13.622 કિલો ગાંજો મળી આવ્યો હતો. 3 મોબાઈલ, રિક્ષા સહિત કુલ રૂ. 7.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો ઓરિસ્સાના ગણેશે પોતાના બે માણસો નંદકિશોર અને સુમંતા મારફતે ગોમતીપુર બાજુ ગાંજો મોકલ્યો હતો. મુનાફખાને નંદકિશોરને ઓનલાઈન મારફતે રૂ. 75 હજાર ચૂકવ્યા હતા અને રૂ. 1 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ બંને ડિલિવરી બોયને રેલવે સ્ટેશન ઉતારીને આરોપીઓ કડી પરત જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. જેથી પોલીસે 3 વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં ઓરિસ્સાથી ગાંજો મંગાવી કડી GIDC અને બુઢાસણ વિસ્તારમાં છૂટક વેચાણ કરતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યું હતું.
આરોપીઓની ભૂમિકા
- મુનાફખાન ઉર્ફે ભાયો કુરેશી (મુખ્ય સૂત્રધાર): છેલ્લા બે મહિનાથી ઓરિસ્સાના ગણેશ નામના શખ્સના સંપર્કમાં હતો. તેણે અગાઉ પણ બે વખત ગાંજો મગાવીને વેચ્યો હતો. તેણે પોતાના ફોનમાં ગણેશનો નંબર 'અક્રમ-3' નામે સેવ કર્યો હતો.
- સરફરાજ ઉર્ફે શાહરૂખ શેખ (રિક્ષાચાલક): કડી અને આસપાસના વિસ્તારનો જાણકાર હોવાથી ગાંજાના બંધાણી ગ્રાહકોને ઓળખતો હતો અને માલની હેરફેરમાં મદદ કરતો હતો.
- હુસેનખાન પઠાણ: હાલમાં બેકાર હોવાથી અને અગાઉ રિક્ષા ચલાવતો હોવાથી ગાંજો પીનારા ગ્રાહકો શોધી લાવવામાં મદદ કરતો હતો.




