Ahmedabad

સાબરમતી રેલ્વે સ્ટેશન પર મોનીટરીંગ સેલના દરોડામાં વિદેશી દારૂ જપ્ત કરાયો

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદ, શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલે સાબરમતી રેલ્વે સ્ટેશન પરથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. રાજસ્થાનથી આવતી ટ્રેનમાંથી 9 લોકો 750 બોટલ દારૂ સાથે પકડાયા હતા. આ રેકેટમાં રેલ્વે પોલીસની સંડોવણી સામે આવતા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે, જેમાં રોજના 1000 રૂપિયામાં કેરિયરોને દારૂ પહોંચાડવામાં આવતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરમતી રેલ્વે સ્ટેશન પર મોનીટરીંગ સેલના દરોડામાં વિદેશી દારૂ જપ્ત કરાયો

Sabaramati news : રાજસ્થાનથી વિદેશી દારૂની હેરફેર કરવા માટે હવે બુટલેગરોએ રેલ્વે માર્ગનો ઉપયોગ મોટાપાયે શરૂ કર્યો છે. જેમાં રાજસ્થાનથી આવતો વિદેશી દારૂ સાબરમતી રેલ્વે સ્ટેશનથી ઉતારીને આસપાસના બુટલેગરોને પહોંચતો કરવામાં આવતો હતો. ત્યારે આ હેરાફેરીમાં રેલ્વે પોલીસની સક્રિય સંડોવણી સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે રાજસ્થાનથી સાબરમતી રેલ્વે સ્ટેશન પર દારૂનો મોટો જથ્થો લાવીને બુટલેગરોને સપ્લાય કરવાનું કૌભાંડ મોટાપ્રમાણમાં ચલાવવામાં આવે છે. જેના આધારે પોલીસે વહેલી સવારે આવેલી ભગત કી કોઠી હપ્સર ટ્રેનમાંથી ઉતરેલા કેટલાંક મુસાફરોને ટ્રેક કરતા તે પ્લેટફોર્મ નંબર 1 પાસે દારૂ ભરેલા થેલા અને બેગ ખાલી કરાવતા હતા ત્યારે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે રાજસ્થાનથી દારૂ લાવનાર ચાર શખ્સો અને અમદાવાદથી દારૂનો જથ્થો લેવા આવનારા અન્ય પાંચ લોકોને પોલીસે 750 બોટલ વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ત્યારે આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમના દ્વારા રાજસ્થાનથી આવતી ટ્રેનમાંથી નિયમિત રીતે મોટાપાયે દારૂ મંગાવવામાં આવતો હતો. જેમાં રાજસ્થાનથી દારૂ મોકલનાર આકાસ સાંસી અને સુનિલ સાંસી નામના પાલીમાં રહેતા બુટલેગરો તેમના કેરિયરને એક ફેરાના એક હજાર રૂપિયા આપતા હતા અને મોટાભાગના કેરિયર દરરોજ આવતા હતા. ત્યારે આ હેરફેરમાં રેલ્વે પોલીસની સંડોવણીની વિગતો મળતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.