Ahmedabad

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો પણ બજારમાં બુટલેગરો બેફામ: 3 વર્ષમાં બમણા થયા બ્લેકના ભાવ

By GS TEAM
26 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પરનો વેટ નાબૂદ કર્યો છે, જેથી ત્યાં દારૂ સસ્તો મળશે. જોકે, છેલ્લા 4 વર્ષમાં રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે વેચાતા ઇંગ્લિશ અને દેશી દારૂના ભાવમાં 600થી 800 રૂપિયાનો વધારો થયો છે. બુટલેગરો મનફાવે તેમ ભાવ વધારી રહ્યા છે, જેના કારણે દારૂ પીનારાઓ ઊંચા ભાવ ચૂકવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો પણ બજારમાં બુટલેગરો બેફામ: 3 વર્ષમાં બમણા થયા બ્લેકના ભાવ

Illegal Market Prices Continue to Rise: ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરથી વેટ નાબુદ કર્યો છે. ‘વાઈન એન્ડ ડાઈન’ ફેસિલિટી અંતર્ગત જે વિદેશી દારૂ વેચાશે તેના પર હવે વેટ વસૂલવામાં નહીં આવે, જેના પગલે હવે ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો મળશે. તો બીજીતરફ, છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઈંગ્લિશ તેમજ દેશી દારૂના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બુટલેગરો મનફાવે તેવી રીતે દર વર્ષે ભાવ વધારો કરતા રહે છે, જેથી દારૂના પ્યાસીઓ ઊંચા ભાવ ચુકવીને પણ દારૂનો નશો કરે છે.

દેશી દારૂની કોથળીના એક લિટરના ભાવ 200 રૂપિયા

ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો દારૂના દૂષણમાં બરબાદ થવાની સાથે આર્થિક નર્કાગારમાં ધકેલાઈ રહ્યા છે. ગિફ્ટ સિટીમાં દારૂના ભાવમાં ઘટાડો થશે તેવા સમાચારો વચ્ચે બજારમાં ભાવવધારાના કારણે દારૂનું સેવન કરતા લોકો પોત પોતાના અલગ અલગ વિચારો રજૂ કરી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર, હાલમાં માર્કેટમાં ગ્રીન લેબલ અને જાંબુન જેવી બ્રાન્ડની માંગ વધુ જોવા મળી રહી છે. વર્ષ 2023માં જે બોટલ 600થી 800માં મળતી હતી તે જ બોટલ વર્ષ 2026માં 1200થી 1500 સુધી પહોંચી ગઈ હોવાનું જણાવાય છે. જો કે, કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં દેશી વિદેશી દારૂના ભાવ અલગ અલગ હોય છે.

બીજી તરફ દેશી દારૂના ભાવમાં પણ વધારો નોંધાયો છે. અગાઉ ઓછી કિંમતે મળતી દેશી દારૂની કોથળીના ભાવ હાલમાં વધી ગયા હોવાનું જણાવાય છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં માંગમાં વધારો, પુરવઠાની સ્થિતિ અને અન્ય પરિબળોના કારણે ભાવ સતત વધી રહ્યા છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. ઈંગ્લિશ તેમજ દેશી દારૂના વધતા ભાવ હાલ લોકોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

બોટલના અંદાજિત ભાવ

•2023: 600થી 800 રૂરિયા
•2024: 800થી 1000 રૂપિયા
•2025: 1000થી 1200 રૂપિયા
•2026: 1200થી 1500 રૂપિયા

દેશી દારૂના અંદાજિત ભાવ

•1 લિટર કોથળી: 200 રૂપિયા
•હાફ: 100 રૂપિયા
•પાવ: 50 રૂપિયા

ક્વાર્ટરના અંદાજિત ભાવ

•2023: 100થી 150 રૂપિયા
•2024: 150થી 200 રૂપિયા
•2025: 200થી 250 રૂપિયા
•2026: 250થી 400 રૂપિયા