Ahmedabad

ગાંધીનગરના સરગાસણમાં પિતા-પુત્રીને છ દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરીને લાખોની છેતરપિંડી

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરના સરગાસણમાં 86 વર્ષીય સિનિયર સિટીઝન અને તેમની પુત્રીને CBIના નામે છેતરવામાં આવ્યા છે. બોગસ સિમ કાર્ડ અને મની લોન્ડરિંગના બહાને, તેમને 6 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી, 14 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા. સાયબર ક્રાઇમ સેલમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. અજાણ્યા ઠગોએ નકલી દસ્તાવેજો બતાવી વિશ્વાસ કેળવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરના સરગાસણમાં પિતા-પુત્રીને છ દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરીને  લાખોની છેતરપિંડી

Gandhinagar News : ગાંધીનગરના સરગાસણમાં રહેતા 86 વર્ષના સિનિયર સિટીઝન અને તેમની પુત્રીને બોગસ સીમ કાર્ડથી વાંધાજનક મેસેજ થયાનું અને મની લોન્ડરીંગના કેસ થયા હોવાનું કહીને સીબીઆઇના નામે કોલ કરીને સતત છ દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરીને 14 લાખની રકમ ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામા આવી છે.

ગાંધીનગરના સરગાસણમા આવેલી મેઘ મલ્હાર રેસીડેન્સીમાં રહેતા અમૃતભાઇ પરમારને થોડા દિવસ પહેલા એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ ટેલીકોમ ઓથોરીટીના અધિકારી હોવાનું કહીને જણાવ્યું હતું કે તમારા નામથી એક સીમ કાર્ડ ખરીદાયુ છે. આ નંબરથી પોર્નગ્રાફીના વિડીયો અને ધમકીના મેસેજ મોકલાયાના કેસ થયા છે. સાથે સાથે આધાર કાર્ડથી એક બેંક એકાઉન્ટ પણ ખોલાયું છે.

જેમાં બે કરોડના કાળા નાણાં જમા થયા છે. જેથી કેસ સીબીઆઇમાં નોધાયો છે. બાદમાં અન્ય મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારી મિલકત જપ્ત કરવાની છે અને તમને ડીજીટલ એરેસ્ટ કરવાના છે. બાદમાં વોટ્સએપ પર બનાવટી ડીજીટલ એરેસ્ટ લેટર, એફઆઇઆર, સુપ્રિમ કોર્ટનો બનાવટી ઓર્ડર સહિતના દસ્તાવેજ મોકલ્યા હતા.

જેથી અમૃતભાઇ ગભરાઇ ગયા હતા અને તેમણે પોતાની પુત્રી મીરાને આ અંગે જાણ કરી હતી. જેથી મીરાએ વાત કરતા તેને પણ સતત છ દિવસ સુધી ડીજીટલ એરેસ્ટ કરવાનું કહીને વિડીયો કોલથી કનેક્ટ કરીને તેમની બચતના તમામ નાણાં 14 લાખ રૂપિયા વેરીફિકેશન માટે મેળવીને ફોન કટ કર્યો હતો. બાદમાં તેમને સાયબર ફ્રોડ થયાની જાણ થતા સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.