Ahmedabad

અમદાવાદ: ડ્રગ્સ કેસના આરોપી ઉપર ફાયરિંગની ઘટનાના મૂળમાં શું બન્યું? વાંચો વિગતવાર અહેવાલ

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: 25 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી કફીલ અહેમદે કસ્ટડીમાંથી ફરાર થવા રિવરફ્રન્ટ રોડ પર પોલીસ અધિકારીની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. છાતીમાં દુખાવાનું બહાનું કાઢી સિવિલ હોસ્પિટલ લઈ જવાતી વખતે તેણે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પગમાં ગોળી મારી ઝડપી પાડ્યો હતો. ઘાયલ આરોપી અને PSI બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ડ્રગ્સ કેસના આરોપી ઉપર ફાયરિંગની ઘટનાના મૂળમાં શું બન્યું? વાંચો વિગતવાર અહેવાલ

25Cr Drugs Case Accused Kafeel Ahmed Police Firing Ahmedabad: અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશનમાં ઝડપેલા રૂ. 25.71 કરોડના ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી કફીલ અહેમદે કસ્ટડીમાંથી ફરાર થવા પોલીસ અધિકારીની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કરતાં રિવરફ્રન્ટ રોડ પર પોલીસે તેના પગમાં ગોળી મારી દબોચી લીધો હતો. સોમવારે(26 ઓક્ટોબર) બપોર બાદ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં પોલીસની ટીમ તેને સરકારી જીપમાં સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહી હતી, ત્યારે ઊલટીનું બહાનું કાઢી કફીલે ભાગવા ઝપાઝપી કરી હતી.

રૂ.25 કરોડના ડ્રગ્સ કેસના આરોપીએ રિવરફ્રન્ટ રોડ પર રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો કર્યો પ્રયાસ

સામસામે થયેલી ઝપાઝપીમાં PSIએ સ્વબચાવમાં સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી આરોપીને કાબૂમાં લીધો હતો. આ ઘટનામાં ઘાયલ આરોપી કફીલ તેમજ સામાન્ય ઇજા પામેલા PSI બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

​અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી અમદાવાદમાંથી ₹25.71 કરોડના હેરોઇન અને અન્ય ડ્રગ્સ સાથે ત્રણ મુખ્ય સપ્લાયરોની ધરપકડ કરી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ રિમાન્ડ હેઠળ રહેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. રિમાન્ડ દરમિયાન ત્રણ પૈકીના આરોપી કફીલ અહેમદે બપોર બાદ અચાનક છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. જેથી તબીબી તપાસ માટે પોલીસની ટીમ સાથે તેને સરકારી જીપમાં સિવિલ હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. જીપ સાબરમતી રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કફીલે પોતાને ઊલટી થતી હોવાનું કહી જીપ થોભાવવા કહ્યું હતું.

PSIએ પગમાં ગોળી મારી ઝડપ્યો

​ગાડી ધીમી પડતાં જ કફીલે અચાનક જીપનો દરવાજો ખોલી બહાર કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, PSIએ તેને તુરંત પકડી પાડ્યો હતો. આ દરમિયાન કફીલે ભાગવા માટે PSIની સરકારી રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ કરી હુમલો કર્યો હતો. સ્થિતિ બેકાબૂ બનતી જોઈ PSIએ પોતાની સર્વિસ રિવોલ્વરથી કફીલના પગ પર ફાયરિંગ કર્યું હતું અને તેને નીચે પાડી કાબૂમાં લઈ લીધો હતો. ફાયરિંગની ઘટના બાદ ઇજાગ્રસ્ત કફીલ અને ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત થયેલા PSIને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડાયા હતા.

image.png