Ahmedabad

અમદાવાદમાં દિવાળી પહેલા ક્રાઈમ બ્રાન્ચે 61 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો ઝડપ્યા, દિવાળી પહેલા મોટી કાર્યવાહી

By GS Team
2 Nov 20261 min read
TukuTouch Logo
દિવાળી પૂર્વે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદેસર વસતા 61 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. સુરક્ષાના ભાગરૂપે વિવિધ ઝોનમાં દરોડા પાડી આ કાર્યવાહી કરાઈ હતી. અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓની ઓળખ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં દિવાળી પહેલા ક્રાઈમ બ્રાન્ચે 61 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો ઝડપ્યા, દિવાળી પહેલા મોટી કાર્યવાહી

Ahmedabad Police Detain 61 Bangladeshi: આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરની સુરક્ષા વધુ સઘન બનાવવાના હેતુથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા કુલ 61 વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે બાંગ્લાદેશના વતનીઓનો સમાવેશ થાય છે.

image.png

અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં સઘન બાતમી અને ગુપ્ત માહિતી એકત્રિત કરીને પોલીસ દ્વારા દરોડા પાડીને આ વિશેષ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. શહેરમાં ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ માટે ચેકિંગ અને તેમની સામેની કાયદેસરની કાર્યવાહી આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રહેશે.