Ahmedabad

CNG 100 ને પાર, અદાણીએ 14 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધાર્યા, મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં દિવાળી પૂર્વે જ અદાણીએ CNGના ભાવમાં 14 દિવસમાં બીજી વખત રૂ. 2.30નો વધારો ઝીંક્યો છે. અગાઉ 23 ઓક્ટોબરે રૂ. 4નો વધારો થયો હતો. આ નવા ભાવવધારા સાથે CNGનો ભાવ રૂ. 100.77ને પાર કરી ગયો છે. આ ભાવવધારો વાહનચાલકો અને મુસાફરો એમ બંનેને અસર કરશે, ખાસ કરીને ટેક્સી-રિક્ષાના ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CNG 100 ને પાર, અદાણીએ 14 દિવસમાં બીજી વખત CNGના ભાવ વધાર્યા, મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો

Adani CNG Price Hike | અમદાવાદીઓને દિવાળી પહેલા જ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અદાણીએ સીએનજીના ભાવમાં માત્ર 14 દિવસના ગાળામાં જ બીજો મોટો વધારે ઝીંકી દીધો છે. આ વખતે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.2.30નો વધારો ઝીંકવામાં આવતા સીએનજીના નવા ભાવ રૂ.100.77 ને વટાવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અદાણીએ 23 ઓક્ટોબર 2026 ના રોજ એકઝાટકે 4 રૂપિયાથી વધુનો વધારો ઝીંકતા સીએનજી પ્રતિ કિલોએ રૂ.98.47 એ પહોંચી ગયો હતો. આ સાથે તહેવાર ટાણે જ હવે લોકોના ખિસ્સા પર મોટી કાતર ફરશે. ટેક્સી-રિક્ષાના ભાડા આકાશ આંબી શકે છે. વાહનચાલકોની સાથે સાથે મુસાફરોને પણ આ ભાવ વધારો નડશે એ નક્કી છે.

અગાઉ 1 ઓગસ્ટના રોજ સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં પણ સીએનજીના ભાવમાં 4 રૂપિયાનો એકઝાટકે વધારો કરાયો હતો અને હવે સીધો 2.30 રૂપિયાનો પ્રતિ કિલોએ વધારો આવતા ત્રણ મહિનામાં જ સીએનજીના ભાવ આકાશ આંબી ગયા છે અને 100ને પાર જતા રહ્યા છે.