પશ્ચિમ રેલ્વેના અધિકારી સમક્ષ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ, 5 વર્ષમાં ભ્રષ્ટાચારથી 2.58 કરોડની અપ્રમાણસર મિલકત વસાવ્યાનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Prashant Rabari Money Laundering Case: અમદાવાદ દ્વારા પશ્ચિમ રેલવેના પ્રશાંત રબારી સામે અપ્રમાણસર મિલકતના કેસ સંબંધિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અધિકારીએ ભ્રષ્ટ આચરણ અપનાવીને પોતાની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ પ્રમાણમાં અનધિકૃત રીતે અનેક કથિત જંગમ અને સ્થાવર મિલકતો તેમજ અસ્કયામતો હસ્તગત કરી હતી.
ફરિયાદ બાદ તપાસ શરૂ કરાઇ હતી
મહત્વનું છે કે ગાંધીનગર દ્વારા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988ની વિવિધ જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવેલી FIRના આધારે EDએ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જે PMLA હેઠળના શેડ્યૂલ્ડ ગુનાઓ દર્શાવે છે.
2.58 કરોડની અપ્રમાણસર મિલકત કથિત રીતે એકઠી કરી
ED તપાસમાં બહાર આવ્યું છે કે પ્રશાંત રબારીએ, પશ્ચિમ રેલવેમાં પોતાની નોકરી દરમિયાન, 01 જાન્યુઆરી ,2017 થી 02 ફેબ્રુઆરી, 2021 સુધીના તપાસ સમયગાળા દરમિયાન ભ્રષ્ટ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ દ્વારા પોતાના અને તેમની પત્નીના નામે સ્થાવર અને જંગમ મિલકતોના સ્વરૂપમાં આશરે 2.58 કરોડની અપ્રમાણસર મિલકત કથિત રીતે એકઠી કરી હતી.
સઘન તપાસ હાથ ધર્યા પછી, ED અમદાવાદ દ્વારા ગેરકાયદે રીતે મેળવેલા ભંડોળના સીધા ઉપયોગ દ્વારા હસ્તગત કરાયેલી 02 કરોડની કિંમતની સ્થાવર મિલકતો જપ્ત કરવા માટે પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ PMLA કોર્ટ ભદ્ર, અમદાવાદ સમક્ષ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હવે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.




