ગુજરાતની નદીઓમાં સ્લો પોઈઝન ફોરેવર કેમિકલથી કેન્સરનું જોખમ, વિકાસની આડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ચેડાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat PFAS Forever Chemicals Pollution: ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં હવે વિકાસની આડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નદીઓ આ મુદ્દે કડક વલણ અપનાવી લાલ આંખ કરતાં ગુજરાત સરકારમાં દોડધામ મચી છે. અને ભૂગર્ભજળમાં ‘PFAS’ (ફોરેવર કેમિકલ્સ) નામના અત્યંત ઘાતક રસાયણોનું ઝેર ભળી રહ્યું છે. Hazardous Materials Advances જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ આ મુદ્દે કડક વલણ અપનાવી લાલ આંખ કરતાં ગુજરાત સરકારમાં દોડધામ મચી છે.
NGTએ લાલ આંખ કરતાં દોડધામ, નદીમાં કેટલું ઝેર ભળ્યું તેનો GPCB પાસે હિસાબ નથી
અતિ-ઔદ્યોગિકરણ ધરાવતા ગુજરાતમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, પેઇન્ટ્સ અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગોમાંથી ઠલવાતો પ્રવાહી કચરો પાણીમાં ફોરેવર કેમિકલ્સ ભળવાનું સૌથી મોટું કારણ બની રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા ટેક્સટાઇલ હબમાં કાપડને વોટરપ્રૂફ અને ડાઘ-પ્રતિરોધક બનાવવા વપરાતા ફ્લોરિનેટેડ કોટિંગ્સ, તેમજ કેમિકલ ઝોનમાં વપરાતા ઇન્ડસ્ટ્રિયલ ક્લીનર્સ અને મેટલ પ્લેટિંગની પ્રક્રિયામાંથી આ ઝેરી રસાયણો સીધા જ નદી અને જળસ્ત્રોતોમાં ભળી રહ્યા છે. માત્ર ઔદ્યોગિક કચરો જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં વપરાતા ફાસ્ટ ફૂડ રેપર્સ (ફૂડ પેકેજિંગ), નોન-સ્ટીક વાસણો (ટેફલોન કોટિંગ), કોસ્મેટિક ઉત્પાદનો અને રિફાઇનરીઓમાં આગ બુઝાવવા વપરાતા ખાસ ફીણમાં પણ આ ઘાતક સંયોજનોનો ભરપૂર ઉપયોગ થાય છે.
રસાયણોની મહત્તમ મર્યાદા નક્કી કરતા કોઈ કાયદેસરના ધોરણો જ નથી
આશ્ચર્યની વાત એ છે કે, આટલી ગંભીર સમસ્યા હોવા છતાં ગુજરાતની સાબરમતી, મહી, નર્મદા કે તાપી જેવી મુખ્ય નદીઓ કે શહેરોના ભૂગર્ભજળમાં ફોરેવર કેમિકલ્સનું પ્રમાણ કેટલું છે, તેનો કોઈ જ સત્તાવાર ડેટાબેઝ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે ઉપલબ્ધ નથી. એટલું જ નહીં, ઔદ્યોગિક કચરામાં આ રસાયણોની મહત્તમ મર્યાદા નક્કી કરતા કોઈ કાયદેસરના ધોરણો જ નથી પરિણામે પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગોને જાણે કે ખુલ્લો દોર મળી ગયો છે.
માનવ શરીરને શું અસર કરે?
નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી ફોરેવર કેમિકલ્સના સંપર્કમાં રહેવાથી માનવ શરીરમાં હોર્મોનલ અસંતુલન, થાઇરોઇડ, લીવરને ગંભીર નુકસાન, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ અનેકગણું વધી જાય છે. જો હવે કડક નિયંત્રણો નહીં મુકાય, તો આવનારી પેઢી માટે પીવાનું પાણી ઝેરસમાન બની જશે. એનજીટી આ ફટકાર બાદ હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકાર ઉદ્યોગો પર કેવો સકંજો કસે છે તે જોવું રહ્યું.
‘ફોરેવર કેમિકલ્સ’ એટલે શું?
આ રસાયણોને ‘ફોરેવર કેમિકલ્સ’ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેના કાર્બન-ફ્લોરિન બોન્ડ અત્યંત મજબૂત હોય છે, હજારો માનવસર્જિત રસાયણોનો એક સમૂહ હોવાથી પર્યાવરણ કે માનવ શરીરમાં વર્ષો સુધી નાશ પામ્યા વિના ટકી રહે છે. ચોંકાવનારી હકીકત એ છે કે રાજ્યના સામાન્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પણ પાણીમાંથી આ ઝેરી રસાયણોને સંપૂર્ણપણે દૂર કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આ રસાયણ સરળતાથી તૂટતા ન હોવાથી માટી, હવા, જળસ્ત્રોત અને ભૂગર્ભજળમાં ભળી જાય છે. આ કારણોસર જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતના જળસ્ત્રોતમાં ફોરેવર કેમિકલ્સને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં હવે પાણીમાં ફોરેવર કેમિકલ્સની મર્યાદા નક્કી થાય તેવી શક્યતા
ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પીવાના પાણી અને ઔદ્યોગિક કચરામાં ફોરેવર કેમિકલ્સના નિયંત્રણને લઈને નવા નિયમો લાગુ થાય તેવી સંભાવના છે. તેનું કારણ એ છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પાણીમાં ફોરેવર કેમિકલ્સની હાજરીને લઈને ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય પર્યાવરણ અને સીપીસીબી પાસે ખુલાસો માંગ્યો છે. આ જોતાં હવે પીવાના પાણીના ફોરેવર કેમિકલ્સની મહત્તમ મર્યાદા નક્કી થઈ શકે છે.




