Ahmedabad

અમદાવાદના કાપડ બજારમાં મોટું કૌભાંડ: વેપારી અને દલાલે મળીને 24 વેપારીઓ સાથે આચરી 89 લાખની છેતરપિંડી

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાપડ બજારમાં સારંગપુરની શિવકૃપા એન્ટરપ્રાઇઝના માલિક સુનિલ વાજપાઈ અને દલાલ જીતેન્દ્ર ડાભીએ 24 વેપારીઓ સાથે 89.13 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ ઉધારીમાં લેડીઝ કુર્તી અને રેયોન કાપડ ખરીદી, 90 દિવસમાં પેમેન્ટનો વિશ્વાસ અપાવ્યો હતો. બાદમાં, 60.80 લાખ ચૂકવી, બાકીના 89.13 લાખ ન ચૂકવી દુકાન-મકાન બંધ કરી ફરાર થઈ ગયા. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના કાપડ બજારમાં મોટું કૌભાંડ: વેપારી અને દલાલે મળીને 24 વેપારીઓ સાથે આચરી 89 લાખની છેતરપિંડી

Ahmedabad Textile Scam: અમદાવાદના કાપડ બજારમાં વધુ એક કરોડો રૂપિયાની ઠગાઈનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સારંગપુર સ્થિત એક પેઢીના માલિક અને કાપડના દલાલે ભેગા મળીને શહેરના કુલ 24 જેટલા કાપડના વેપારીઓને ચૂનો લગાવ્યો છે. આરોપીઓએ આ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની લેડીઝ કુર્તીઓ અને રેયોન કાપડ ઉધારીમાં ખરીદી, પેમેન્ટ ચૂકવ્યા વગર રાતોરાત દુકાન અને મકાન બંધ કરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

જાણો શું છે સમગ્ર મામલો

આ કેસમાં ફરિયાદી 55 વર્ષીય નિહાલચંદ નંદલાલ ઘાનેચા છે, જે જુના વાડજમાં રહે છે અને કાપડના વેપારી છે. રાયપુર ખાતેના લેડીસ કુર્તીના કાપડનો વેપાર સંભાળે છે. ગત જાન્યુઆરી-2023માં તે એક દલાલના સંપર્કમાં આવ્યા હતા, જેણે તેને આરોપી વેપારી સાથે ધંધો કરવાની સલાહ આપી હતી. આ ભરોસા પર વેપાર શરૂ કર્યા બાદ આરોપીએ તેમની પાસેથી મોટી માત્રામાં માલ ખરીદ્યો હતો. જોકે, ફરિયાદીના બાકી નીકળતા 11,22,082 રૂપિયાના ચૂકવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ પછી તેમણે અલગ અલગ વેપારી સાથે વાતચીત કરતા અન્ય 23 વેપારી સાથે પણ આ બંને શખસોએ છેતરપિંડી કરી હોવાની જાણ થઈ હતી.

અમદાવાદના કાપડ બજારમાં એક મોટું છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સારંગપુર સ્થિત શિવકૃપા એન્ટરપ્રાઇઝના માલિક સુનિલ ઉર્ફે સાગર વાજપાઈ અને દલાલ જીતેન્દ્ર ડાભીએ ભેગા મળીને રાયપુરના વેપારી નિહાલચંદ ઘાનેચા સહિત કુલ 24 જેટલા કાપડના વેપારીઓ સાથે 89.13 લાખથી વધુની ઠગાઈ આચરી છે.

આરોપીઓએ એપ્રિલ 2022થી મે 2025ના સમયગાળા દરમિયાન આ વેપારીઓ પાસેથી દલાલ મારફતે ઉધારીમાં કુલ 1,49,93,927 રૂપિયાની કિંમતની જથ્થાબંધ લેડીસ કુર્તીઓ અને રેયોન કાપડની ખરીદી કરી હતી અને 90 દિવસમાં માલનું પેમેન્ટ ચૂકવી દેવાનો વિશ્વાસ અપાવ્યો હતો. વેપારીઓનો ભરોસો જાળવી રાખવા આરોપીઓએ 60,80,227 રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ બાકી નીકળતા 89,13,700 રૂપિયા ચૂકવ્યા ન હતા. ભોગ બનનાર વેપારીઓએ જ્યારે રૂબરૂ અને ટેલિફોનિક ઉઘરાણી શરૂ કરી, ત્યારે આરોપીઓએ ખોટા વાયદાઓ કર્યા હતા અને અંતે વેપારીઓ પાસેથી લીધેલો માલ અન્ય જગ્યાએ બારોબાર વેચી મારી, પોતાની દુકાન તેમજ મકાનને તાળાં મારીને રાતોરાત ફરાર થઈ ગયા હતા, જેના પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.