Ahmedabad

મુંબઈ જનારા મુસાફરો ધ્યાન આપે, બાંદ્રા ટર્મિનસ ખાતે 75 દિવસનો મોટો ટ્રાફિક બ્લોક, કચ્છ એક્સપ્રેસ સહિત 9 ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

By GS Team
28 Nov 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈના બાંદ્રા ટર્મિનસ પર પ્લેટફોર્મ નંબર 5ના રિપેરિંગ માટે 1 ડિસેમ્બર, 2026 થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી 75 દિવસનો ટ્રાફિક બ્લોક લેવાશે. આના કારણે ગુજરાત-રાજસ્થાનની 9 એક્સપ્રેસ ટ્રેનોના પ્રારંભિક/ટર્મિનલ સ્ટેશનોમાં ફેરફાર કરાયો છે. કચ્છની 22956/22955 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ દાદરથી દોડશે. મુસાફરોને નોંધ લેવા વિનંતી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ જનારા મુસાફરો ધ્યાન આપે, બાંદ્રા ટર્મિનસ ખાતે 75 દિવસનો મોટો ટ્રાફિક બ્લોક, કચ્છ એક્સપ્રેસ સહિત 9 ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર

Bandra Terminus 75 Day Traffic Block Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સ્થિત બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 5 પર સિમેન્ટ કોંક્રિટ(CC) એપ્રનના રિપેરિંગ અને પુનઃનિર્માણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ માટે 1 ડિસેમ્બર, 2026થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી 75 દિવસનો મોટો ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે ગુજરાત અને રાજસ્થાન તરફથી મુંબઈ જતી-આવતી 9 જેટલી એક્સપ્રેસ ટ્રેનોના પ્રારંભિક અને ટર્મિનલ સ્ટેશનોમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યો છે.

બાંદ્રા ટર્મિનસના બદલે દાદર સ્ટેશનથી દોડનારી ટ્રેનો (કચ્છના મુસાફરો માટે ખાસ)

  • ટ્રેન નં. 22956 (ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ): 30 નવેમ્બર, 2026થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી બાંદ્રા ટર્મિનસના બદલે દાદર સ્ટેશન સુધી જ દોડશે (ટર્મિનેટ થશે).
  • ટ્રેન નં. 22955 (બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ): 1 ડિસેમ્બર, 2026થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી બાંદ્રા ટર્મિનસના બદલે દાદર સ્ટેશનથી સાંજે 17:40 કલાકે ઉપડશે.

બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેન

  • ટ્રેન નં. 22904 (ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ): 30 નવેમ્બર, 2026થી 11 ફેબ્રુઆરી, 2027 સુધી બાંદ્રા ટર્મિનસના બદલે બોરીવલી સ્ટેશન પર જ પોતાની મુસાફરી પૂર્ણ કરશે.

દાદરના બદલે બાંદ્રા ટર્મિનસથી દોડનારી ટ્રેનો

  • ટ્રેન નં. 12990 (અજમેર–દાદર એક્સપ્રેસ): 2 ડિસેમ્બર, 2026થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી દાદરના બદલે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ટર્મિનેટ થશે.
  • ટ્રેન નં. 12989 (દાદર–અજમેર એક્સપ્રેસ): 3 ડિસેમ્બર, 2026થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી દાદરના બદલે બાંદ્રા ટર્મિનસથી બપોરે 14:55 કલાકે ઉપડશે.
  • ટ્રેન નં. 12489 (શ્રી ગંગાનગર–દાદર એક્સપ્રેસ): 1 ડિસેમ્બર, 2026થી 9 ફેબ્રુઆરી, 2027 સુધી દાદરના બદલે બાંદ્રા ટર્મિનસ પર ટર્મિનેટ થશે.
  • ટ્રેન નં. 12490 (દાદર–શ્રી ગંગાનગર એક્સપ્રેસ): 2 ડિસેમ્બર, 2026થી 10 ફેબ્રુઆરી, 2027 સુધી દાદરના બદલે બાંદ્રા ટર્મિનસથી બપોરે 14:55 કલાકે ઉપડશે.
  • ટ્રેન નં. 20483 (ભગત કી કોઠી–દાદર એક્સપ્રેસ): 30 નવેમ્બર, 2026થી 11 ફેબ્રુઆરી, 2027 સુધી દાદરના બદલે બાંદ્રા ટર્મિનસ પર ટર્મિનેટ થશે.
  • ટ્રેન નં. 20484 (દાદર–ભગત કી કોઠી એક્સપ્રેસ): 1 ડિસેમ્બર, 2026થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી દાદરના બદલે બાંદ્રા ટર્મિનસથી બપોરે 14:55 કલાકે ઉપડશે.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને આ ફેરફારો અને તારીખોની ખાસ નોંધ લઈને પોતાની મુસાફરીનું આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.