Ahmedabad

અમદાવાદ: 25 નવેમ્બરે રિક્ષા-ટેક્સી ચાલકોનું વિરોધ પ્રદર્શન, પડતર પ્રશ્નો મુદ્દે RTO કચેરીએ 'રોજગાર બચાવો આંદોલન'

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોએ ઓનલાઈન કંપનીઓની મનમાની અને પડતર પ્રશ્નો મુદ્દે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. 'રોજગાર બચાવો આંદોલન' અંતર્ગત 25/11/2026 ના રોજ બપોરે 12 વાગ્યે અમદાવાદ RTO કચેરી ખાતે મોટી સંખ્યામાં ડ્રાઈવરો એકત્ર થઈ ન્યાયની માંગ કરશે. વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા, 16 સંગઠનોએ આંદોલનને ટેકો આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: 25 નવેમ્બરે રિક્ષા-ટેક્સી ચાલકોનું વિરોધ પ્રદર્શન, પડતર પ્રશ્નો મુદ્દે RTO કચેરીએ 'રોજગાર બચાવો આંદોલન'
IMAGE: IANS

Ahmedabad Auto Rickshaw-Taxi Drivers Protest: અમદાવાદ શહેરના રિક્ષા અને ટેક્સી ચાલકોના પડતર પ્રશ્નો અને ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓની મનમાની સામે હવે ડ્રાઈવરોએ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. ‘રોજગાર બચાવો આંદોલન’ અંતર્ગત આવતીકાલે બુધવાર, તારીખ 25/11/2026 ના રોજ બપોરે 12 વાગ્યે અમદાવાદ RTO કચેરી ખાતે રિક્ષા અને ટેક્સીના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ડ્રાઈવરો એકત્ર થઈ ન્યાયની માંગણી કરશે.

વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા આંદોલનનો માર્ગ

યુનિયન આગેવાનોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો વિવિધ સમસ્યાઓને લઈને હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ અંગે અગાઉ અલગ-અલગ સરકારી કચેરીઓમાં આવેદનપત્રો આપી, રૂબરૂ રજૂઆતો કરીને તેમજ વિરોધ પ્રદર્શન દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓને નોટિસો પણ ફટકારવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી. તંત્રને વારંવાર સમય આપવા છતાં પ્રશ્નોનો નિકાલ ન આવતા, નાછૂટકે ડ્રાઈવરોએ પોતાના હક અને અધિકાર માટે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

પોલીસ અને RTO તંત્રને લેખિત જાણ કરાઈ

આવતીકાલે યોજાનાર આ વિરોધ પ્રદર્શન અને રજૂઆત કાર્યક્રમ અંગે આયોજકો દ્વારા અમદાવાદ RTO, રાણીપ પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપીને જાણ કરવામાં આવી છે.

‘રોજગાર બચાવો આંદોલન’માં જોડાયેલા 16 સંગઠનો

આ આંદોલનને શહેર અને રાજ્યના વિવિધ 16 જેટલાં રિક્ષા અને ટેક્સી યુનિયનોએ પોતાનો ટેકો જાહેર કર્યો છે.

  • અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન-86, નવરંગપુરા
  • નવયુગ ઓટો ડ્રાઈવર વેલફેર એસોસિએશન
  • અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન-85, વેજલપુર
  • ઓટો ડ્રાઈવર એકતા સમિતિ
  • ઓટો રિક્ષા ચાલક વેલ્ફેર એસોસિએશન
  • સિટી ટેક્સી વેલ્ફેર એસોસિએશન
  • ધ ઓલ ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન
  • સ્માર્ટ સિટી ઓટો ડ્રાઈવર યુનિયન, અમદાવાદ
  • અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન
  • અમદાવાદ ઓટો રિક્ષા લડત સમિતિ
  • વિશ્વ હિન્દુ પરિષદ ડ્રાઈવર એકતા સમિતિ
  • પ્રગતિ રિક્ષા ચાલક યુનિયન
  • અમદાવાદ ઓટો રિક્ષા ડ્રાઈવર સુરક્ષા સમિતિ
  • ગુજરાત સારથી સંઘ
  • અમદાવાદ રેલવે સ્ટેશન યુનિયન
  • ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર ફેડરેશન