અમદાવાદ : AMCના પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 4 લોકો STPમાં ખાબક્યા, 2ના કરૂણ મોત, કંપની સામે કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sola STP Plant Accident: અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં સોમવારે(26 ઓક્ટોબર) વેલ્ડિંગની કામગીરી દરમિયાન ઝેરી ગેસની અસરથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટમાં અચાનક ઝેરી ગેસ ઉત્પન્ન થતાં સાઇટ ઇન્ચાર્જ, વેલ્ડિંગ વર્કર, સાઇટ પ્રોજેક્ટ મેનેજર અને ડ્રાઇવર સહિત ચાર લોકો અંદર ખાબક્યા હતા. આ ઘટનામાં સાઇટ ઇન્ચાર્જ મનોજ અને વેલ્ડિંગ વર્કર અભિષેકના મોત થયા છે, જ્યારે સાઇટ પ્રોજેક્ટ મેનેજર રૂપેશ અને ડ્રાઇવર નિલેશની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ: સોલા STPમાં ઝેરી ગેસથી ગૂંગળામણ
સોલા STP પ્લાન્ટમાં HNB નામની ખાનગી એજન્સી દ્વારા મેન્ટેનન્સ અને વેલ્ડિંગની કામગીરી કરાવવામાં આવી રહી હતી. આ દરમિયાન પ્લાન્ટની અંદર કામ કરી રહેલો વેલ્ડિંગ વર્કર અચાનક ઝેરી ગેસની અસરથી બેભાન થઈ ગયો હતો અને ઊંડા પ્લાન્ટમાં પડી ગયો હતો. તેને બચાવવા તથા પરિસ્થિતિ સંભાળવા જતાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ અંદર ખાબક્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.
40થી 45 ફૂટ ઊંડા પ્લાન્ટમાં રેસ્ક્યૂ ઓપરેશન
બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ રેસ્ક્યૂ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પ્લાન્ટની ઊંડાઈ અને અંદર રહેલા ઝેરી ગેસને કારણે બચાવ કામગીરી પડકારજનક બની હતી. ફાયરબ્રિગેડની ટીમે ખાસ સાધનો અને ઓક્સિજન માસ્કની મદદથી લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બે વ્યક્તિને ગંભીર હાલતમાં બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયાં છે, જ્યારે અન્ય બેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
પ્લાન્ટની અંદર તીવ્ર ઝેરી ગંધ
અધિકારીના જણાવ્યા અનુસાર, પ્લાન્ટ અંદાજે 40થી 45 ફૂટ ઊંડો છે અને અંદર અત્યંત ઝેરી ગંધ ફેલાયેલી હતી. સ્થિતિ એવી હતી કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ બનતું હતું. ઝેરી ગેસની અસર અને પ્લાન્ટની ઊંડાઈને કારણે બચાવ કામગીરીમાં વિશેષ સાવચેતી રાખવી પડી હતી.
આ ઘટનાને પગલે વેલ્ડિંગ અને મેન્ટેનન્સની કામગીરી દરમિયાન સુરક્ષાના કયા પગલાં લેવામાં આવ્યા હતા અને પ્લાન્ટની અંદર ઝેરી ગેસ કેવી રીતે ઉત્પન્ન થયો તે અંગે તપાસ મહત્ત્વની બની છે.
બેદરકારી દાખવનાર કંપનીને ₹50 લાખનો દંડ
ગંભીર બેદરકારી બદલ મેસર્સ એચ.એન.બી. એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડને 50 લાખ રૂપિયાની પેનલ્ટી કરાઈ છે. તેમજ કંપની દ્વારા બંને મૃતકના પરિવારને 25-25 લાખ રૂપિયાની બાહેંધરી અપાઈ છે. જોકે, આ પ્રકરણમાં દર વખતની જેમ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને છાવરવાનો ફૂલપ્રૂફ પ્લાન ઘડી દેવાયો છે.
પ્લાન્ટમાં ખાબકેલા વ્યક્તિના નામ
- મનોજ - સાઈટ ઇન્ચાર્જ
- અભિષેક - વેલ્ડર
- રૂપેશ - પ્લાન્ટ મેનેજર
- નિલેશ - ડ્રાઈવર
મૃતકોના નામ
- મનોજ - સાઈટ ઇન્ચાર્જ
- અભિષેક - વેલ્ડર




