Ahmedabad

અમદાવાદ : SMCના ચાંગોદરના કોલાટ ગામમાં દરોડા, 13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક શખસ ઝડપાયો

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના કોલાટ ગામની ચિત્રકૂટ સોસાયટીમાં દરોડો પાડી 13 લાખથી વધુનો દારૂ ઝડપ્યો. સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ. SMCએ સ્થળ પરથી 35 પેટી વિદેશી દારૂ, 1 વાહન અને 2 મોબાઈલ ફોન સહિત કુલ 14.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બોડકદેવના કુંજ પટેલની ધરપકડ થઈ છે અને હરિયાણા કનેક્શન પણ સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ : SMCના ચાંગોદરના કોલાટ ગામમાં દરોડા, 13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક શખસ ઝડપાયો

Ahmedabad Crime News: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સાણંદ તાલુકાના કોલાટ ગામની સીમમાં ચિત્રકૂટ સોસાયટી ખાતે દરોડો પાડીને મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક પોલીસની ઊંઘતી ઝડપી SMCએ પાડેલા આ દરોડામાં 13 લાખ રૂપિયાથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

14 લાખનો મુદ્દામાલ જપ્ત, બોડકદેવનો એક શખસ ઝડપાયો

SMCની ટીમ દ્વારા ચિત્રકૂટ સોસાયટી સ્થિત ઠેકાણા પર અચાનક પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 35 પેટી અને 410 બોટલ મળી કુલ 13.36.064 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયર પકડાયો હતો. આ ઉપરાંત દારૂની હેરફેર/હેરાફેરીમાં વપરાયેલું 1 વાહન અને 2 મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે, જેથી જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત 14,26,064 રૂપિયા થાય છે. પોલીસે સ્થળ પરથી બોડકદેવની રંગીનપાર્ક સોસાયટીમાં રહેતા કુંજ અરવિંદ પટેલની અટકાયત કરી લીધી છે.

હરિયાણા કનેક્શન સામે આવ્યું

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં દારૂનો વેપલો ન થતો હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની આ સફળ રેઈડે ચાંગોદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દારૂના કાળા કારોબારની પોલ ખોલી નાખી છે. આ કેસમાં પકડાયેલા 1 આરોપી તેમજ અન્ય 5 વોન્ટેડ મળી કુલ 6 શખસો સામે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. વોન્ટેડ આરોપીઓમાં બોડકદેવના અરવિંદ પટેલ, હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફતે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય સપ્લાયર તથા અન્ય 3 શખસોનો સમાવેશ થાય છે. ચાંગોદર પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.