Ahmedabad

અમદાવાદ: રિવરફ્રન્ટ ગુજરી બજાર પાસે સાબરમતી નદીમાં કૂદીને 17 વર્ષના સગીરે જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ

By GS TEAM
25 Jun 20261 min read
TukuTouch Logo
અમદાવાદ રિવરફ્રન્ટ પર ગુજરી બજાર નજીક સાબરમતી નદીમાં 17 વર્ષીય અઝીમ નામના કિશોરે કૂદીને આત્મહત્યા કરી લીધી. ગુરુવારે બનેલી આ ઘટનાથી ચકચાર મચી ગઈ. ફાયર બ્રિગેડે કિશોરને નદીમાંથી બહાર કાઢ્યો, પરંતુ તેને મૃત જાહેર કરાયો. પોલીસે અઝીમના આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે અને પરિવારજનોનો સંપર્ક કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રિવરફ્રન્ટ ગુજરી બજાર પાસે સાબરમતી નદીમાં કૂદીને 17 વર્ષના સગીરે જીવન ટૂંકાવ્યું, પોલીસ તપાસ શરૂ
Ahmedabad Sabarmati riverfront

Ahmedabad News: અમદાવાદ રિવરફ્રન્ટ પર ગુજરી બજાર નજીક આવેલા સાબરમતી નદીના પટમાં ગુરુવારે એક 17 વર્ષના કિશોરે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક કિશોરની ઓળખ 17 વર્ષીય અઝીમ તરીકે થઈ છે.

ફાયર બ્રિગેડની ટીમે કિશોરને નદીમાંથી બહાર કાઢ્યો
રિવરફ્રન્ટ પર ગુજરી બજાર પાસે આવેલા નદીના ભાગમાં તેણે મોતની છલાંગ લગાવી હતી. ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને નદીમાં શોધખોળ તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે કિશોરને નદીમાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ કમનસીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. કિશોરે કયા સંજોગોમાં અને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ મૃતકના પરિવારજનોની ભાળ મેળવીને તેમને આ ઘટના અંગે જાણ કરવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ આ મામલે આગળની વધુ તપાસ ચલાવી રહી છે.