અમદાવાદ મ્યુનિસિપાલિટીના 7 ઝોનલ સિવિક સેન્ટરો હવે સપ્તાહના સાતેય દિવસ ચાલુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Civic Centres: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત જોનના સિવિક સેન્ટરો હવેથી સપ્તાહના સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. એટલે કે રજાના દિવસે પણ લોકોને મ્યુનિસિપલની મુખ્ય તમામ સેવાઓ જોનલ સિવિક સેન્ટરો પરથી મળી રહેશે.
મુખ્ય તમામ સેવાઓ લોકોને રજાના દિવસે પણ મળશે
સરકારી કચેરીઓની કોઈ પણ ઓફલાઈન કામગીરી સામાન્ય રીતે કામકાજના દિવસો દરમિયાન જ ચાલતી હોય છે. તેના માટે લોકોએ પોતાના નોકરી-ધંધામાંથી સમય કાઢવો પડે છે. આ બાબતને ધ્યાને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલના સાત ઝોન મુજબના સિવિક સેન્ટરો બીજા અને ચોથા શનિવાર તથા દરેક રવિવારની રજાના દિવસે પણ સવારે 9થી બપોરે 4:30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. જ્યાં લોકોને ટેક્સ, જન્મ-મરણના દાખલા, હોલ બુકિંગ સહિતની મહત્ત્વની સેવાઓ મળી રહેશે. સૂત્રોના જણાવ્યાનુસાર સિવિક સેન્ટરોમાં વિવિધ કામ માટે દરરોજ આશરે 10થી 12 હજાર શહેરીજનો આવતા હોય છે.




