અમદાવાદ: નવરાત્રિ પહેલા મોટી હોનારત ટળી!, કિર્તીદાન ગઢવીના 'પરંપરા નવરાત્રિ'નો ડોમ ધરાશાયી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Parampara Navratri Dome Collapse: નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ શહેરમાં અલગ-અલગ સ્થળોએ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં આજે(9 ઓક્ટોબર) અમદાવાદમાં યોજાનાર કિર્તીદાન ગઢવીના 'પરંપરા નવરાત્રિ' ગરબામાં ડોમનો એક ભાગ પડ્યો છે. ડોમ પડ્યો હોવાની જાણ થતાં આયોજકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ, 11 ઓક્ટોબરથી શરૂ થનારા કિર્તીદાન ગઢવીના 'પરંપરા નવરાત્રિ' ગરબામાં અચનાક ડોમનો એક ભાગ બેસી ગયો છે. નવરાત્રિ પૂર્વે ડોમ ધરાશાયી થતાં ખેલૈયા ન હોવાથી મોટી હોનારત ટળી છે. જો કે, તૈયારીઓ વચ્ચે બનેલી આ દુર્ઘટનાને પગલે ગરબાના નિર્ધારિત શિડ્યુલ પર અસર પડી શકે છે અને સમગ્ર આયોજન ખોરવાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
PIએ શું કહ્યું?
સરખેજ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, 'અંદાજિત 300-400 સ્ક્વેર ફૂટનો ગરબા રમવાનો ડોમ ધરાશાયી થયો છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નથી. આ ડોમ કેવી રીતે પડ્યો તેનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.'





