તહેવાર ટાણે રેલવેના મુસાફરોને રાહત : ગુજરાતના 4 શહેરો સહિત 6 રાજ્યોને જોડતી સ્પેશિયલ ટ્રેન શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad-Khadagpur Special Train: તહેવારોની મોસમ દરમિયાન ટ્રેનોમાં પેસેન્જરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ખડગપુર વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 02833/02834 અમદાવાદ–ખડગપુર સ્પેશિયલનું બંને દિશામાં મળીને કુલ બે ટ્રિપનું સંચાલન કરવામાં આવશે. આ ટ્રેનના સંચાલનથી ગુજરાત સહિત માર્ગમાં આવતા વિવિધ શહેરોના પેસેન્જરોને લાંબા અંતરની મુસાફરી માટે વધારાની સુવિધા મળશે.
ટ્રેનનું સમયપત્રક
- ટ્રેન નંબર 02833 અમદાવાદ–ખડગપુર સ્પેશિયલ 23 ઑક્ટોબર, શુક્રવારે અમદાવાદથી સવારે 9:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 5:10 વાગ્યે ખડગપુર પહોંચશે.
- ટ્રેન નંબર 02834 ખડગપુર–અમદાવાદ સ્પેશિયલ 21 ઑક્ટોબરે ખડગપુરથી સવારે 5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ 6 રાજ્યોના 17 રૂટ પર આવશે સ્પેશિયલ ટ્રેન
1… ગુજરાત: અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત
2… મહારાષ્ટ્ર: નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા
3… છત્તીસગઢ: દુર્ગ, રાયપુર, બિલાસપુર, ચંપા, રાયગઢ
4… ઓડિશા: ઝારસુગુડા, રાઉરકેલા
5… ઝારખંડ: ટાટાનગર (જમશેદપુર)
6… પશ્ચિમ બંગાળ: ખડગપુર (ટર્મિનલ સ્ટેશન)
આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ચંપા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા અને ટાટાનગર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ જનરલ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.
કાલથી બુકિંગ શરૂ
ટ્રેન નંબર 02833 અમદાવાદ–ખડગપુર સ્પેશિયલનું બુકિંગ 22 ઑક્ટોબર, ગુરુવારે સવારે 8 વાગ્યાથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.




