અમદાવાદ: 12 વર્ષની સગીરાની છેડતી મામલે બે પરિવારો વચ્ચે મારામારી, પિતા પર છરીથી હુમલો, માતાની આંખમાં મરચું નાખ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Clash Over Minor Molestation In Ahmedabad: અમદાવાદના જગતપુર વિસ્તારમાં એક 12 વર્ષીય સગીરાની છેડતીની ઘટનાને પગલે બે પરિવારો વચ્ચે ભારે મારામારી સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સગીરા પડોશમાં રહેતા રૂષભ ચૌહાણના ઘરે રમવા ગઈ હતી ત્યારે નકુલ અને રૂષભ નામના શખ્સોએ તેની સાથે અડપલાં કર્યા હોવાનો આરોપ છે. આ બાબતની જાણ થતાં પીડિતાની માતાએ આરોપીઓના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ બંને પક્ષો આમનેસામને આવી જતા મામલો વધુ બિચક્યો હતો. હાલમાં ચાંદખેડા પોલીસે આ સમગ્ર ઘટનામાં છેડતી, પોક્સો એક્ટ અને જીવલેણ હુમલાની કલમો હેઠળ નકુલ, રૂષભ અને ચંદા ચૌહાણ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
'છરાથી હુમલો, આંખમાં મરચાની ભૂકી નાંખી'
આ ઘટનામાં હુમલાની વિગતો મુજબ, બાળકીની માતાનો ફોન આવતા પિતા તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. તેઓ અને તેમની પત્ની સોસાયટીમાં નીચે હાજર હતા ત્યારે આરોપી રૂષભ, નકુલ અને તેમની માતા ચંદા ત્યાં આવ્યા હતા. ચંદાએ પોતાના દીકરાઓને ખોટી રીતે બદનામ કરતા હોવાનો આક્ષેપ કરી ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. આ ઝઘડા વચ્ચે ચંદાએ બાળકીની માતાની આંખમાં મરચાંની ભૂકી છાંટી દીધી હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે રૂષભે ઉશ્કેરાઈને બાળકીના પિતા પર છરી વડે હુમલો કરી દીધો હતો. ઘટનાસ્થળે ભારે હોબાળો અને બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ થાળે પાડી હતી. હાલ આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ તપાસ કરી રહી છે.




