અમદાવાદના નરોડામાં 3થી 4 શખસો દ્વારા લાકડીના ફટકા મારીને યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલ આંબેડકરનગર નજીક એક યુવાનની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. નરોડાની જ સુમતિનાથ સોસાયટીમાં વસવાટ કરતા જતીન સોલંકી નામના યુવક પર કર્મવીર હાઉસિંગ દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજનાની બહાર 3 થી 4 અજાણ્યા શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાવરોએ લાકડીઓ તેમજ ધોકા વડે યુવાનને બેરહમીથી ફટકારીને તેને ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક જતીન સોલંકીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. હાલમાં પોલીસે આ હત્યા પાછળનું કારણ જાણવા તેમજ ફરાર થઈ ગયેલા તમામ 3 થી 4 આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવીને આગળની શોધખોળ શરૂ કરી દીધી છે.




