Ahmedabad

9 વર્ષ બાદ અમદાવાદમાં ઓક્ટોબરમાં સૌથી વધુ તાપમાન, 3 ડિગ્રી વધીને 38.6 ડિગ્રીએ પહોંચ્યો પારો

By GS Team
14 Oct 20261 min read
TukuTouch Logo
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જે છેલ્લા 9 વર્ષમાં ઓક્ટોબર મહિનાનું સૌથી વધુ છે. નાગરિકોએ કાળઝાળ ગરમી અને ઉકળાટ અનુભવ્યો. હવામાન વિભાગ મુજબ, 2017 પછી પ્રથમવાર તાપમાન 38.5 ડિગ્રીએ પહોંચ્યું. આગામી 5 દિવસ ગરમી યથાવત રહેશે. ભુજમાં 39.3 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું.

Summarized by AI; it may make mistakes. Check important info

9 વર્ષ બાદ અમદાવાદમાં ઓક્ટોબરમાં સૌથી વધુ તાપમાન, 3 ડિગ્રી વધીને 38.6 ડિગ્રીએ પહોંચ્યો પારો

Ahmedabad Heatwave: રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં ગઈકાલે 38.6 ડિગ્રી સેલ્સિયસ સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સાથે જ છેલ્લા 9 વર્ષમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે, જેના કારણે નાગરિકોએ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ કર્યો હતો.

ઓક્ટોબર મહિનામાં તાપમાનનો ઐતિહાસિક રેકોર્ડ

હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં અગાઉ 6 ઓક્ટોબર, 2017ના રોજ 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ પછી ઓક્ટોબર મહિનામાં તાપમાન સીધું 38.5 ડિગ્રીએ પહોંચ્યું હોય તેવું હાલમાં પ્રથમવાર બન્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી અમદાવાદનું તાપમાન 38 ડિગ્રીની આસપાસ જ જળવાઈ રહેશે, જેથી ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓક્ટોબર 1920ના રોજ અમદાવાદમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે ઓક્ટોબર મહિનામાં નોંધાયેલું ઓલટાઈમ રેકોર્ડ તાપમાન ગણવામાં આવે છે.

ગુજરાતના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઉંચો

અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. વિવિધ શહેરોમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વિગતો નીચે મુજબ છે:

ભુજ: 39.3 ડિગ્રી (રાજ્યમાં સૌથી વધુ)
રાજકોટ: 39.0 ડિગ્રી
સુરત: 38.1 ડિગ્રી
અમરેલી: 37.7 ડિગ્રી
વડોદરા: 37.6 ડિગ્રી
ભાવનગર: 36.7 ડિગ્રી
ગાંધીનગર: 36.0 ડિગ્રી