અમદાવાદમાં શ્રમિક દંપતીના 37 દિવસના બાળકને 6 લાખમાં વેચવા જતા 4 આરોપી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Infant Kidnapping Case : અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ફૂટપાથ પર માતા-પિતા સાથે સૂઈ રહેલા માત્ર 37 દિવસના શ્રમિક દંપતીના માસૂમ બાળકનું અપહરણ કરનાર ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મુખ્ય મહિલા આરોપી જીનલ પરમાર, ઉત્તર પ્રદેશના ભુવનેશ અને બે સગીર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ થયાના 37 કલાકની અંદર જ આ માસૂમ બાળકને સહીસલામત તેના પરિવારને પરત સોંપવામાં આવ્યું છે.
રેકી કરીને રચાયું હતું અપહરણનું ખતરનાક કાવતરું
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મહિલા આરોપી જીનલ ગોવિંદભાઈ પરમારે આ ઘટનાને અંજામ આપવા માટે ન્યુ રાણીપ અને સોલા સિવિલ હોસ્પિટલ સહિતના વિવિધ સ્થળોએ અગાઉથી રેકી કરી હતી. ન્યુ રાણીપના તળાવ પાસે ફૂટપાથ પર રહીને કડિયા કામ કરતા શ્રમિક દંપતી સાથે સૂતેલા એક માસ અને 7 દિવસના બાળક પર નજર રાખીને તેનું અપહરણ કરવાનું નક્કી કરાયું હતું.
બાળકને ઉત્તર પ્રદેશ ખાતે લઈ જઈને 6 લાખ રૂપિયામાં વેચવાની ફિરાકમાં હતા
પોલીસ રિમાન્ડ અને બાળ તસ્કરીના રેકેટની તપાસક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી જીનલ પરમારના રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ હાથ ધરી છે. આ બાળ તસ્કરીના નેટવર્કમાં વિદેશી ગેંગ કે અન્ય કોઈ આંતરરાજ્ય કનેક્શન છે કે કેમ તેની દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નિસંતાન દંપતીઓને ગેરકાયદેસર રીતે બાળકો વેચવાના આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે.




