mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

World Cup 2023 : દક્ષિણ આફ્રિકા-શ્રીલંકાની મેચમાં રનનો વરસાદ થયો, ઘણા વર્લ્ડ રેકોર્ડ તૂટ્યા, માર્કરમની તોફાની બેટિંગ

એડન માર્કરમ, ક્વિન્ટન ડી કોક અને રાસી વાન ડેર ડુસેને દક્ષિણ આફ્રિકા માટે સદી ફટકારી હતી

દક્ષિણ આફ્રિકા પહેલા વનડે ઈન્ટરનેશનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના નામે હતો

Updated: Oct 8th, 2023

World Cup 2023 : દક્ષિણ આફ્રિકા-શ્રીલંકાની મેચમાં રનનો વરસાદ થયો, ઘણા વર્લ્ડ રેકોર્ડ તૂટ્યા, માર્કરમની તોફાની બેટિંગ 1 - image
Image:IANS

South Africa vs Sri Lanka World Cup 2023 : દક્ષિણ આફ્રિકાની ટીમે ICC ODI World Cup 2023માં પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમના ગઈકાલે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 102 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટના નુકસાને 428 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 44.5 ઓવરમાં 326 રન પર સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ઘણાં નવા રેકોર્ડ બન્યા જયારે ઘણાં જૂના રેકોર્ડ તૂટ્યા પણ હતા. 

ODI World Cupમાં સૌથી ઝડપી સદી

એડન માર્કરમ 49 બોલમાં vs શ્રીલંકા, દિલ્હી, 2023

કેવિન ઓ'બ્રાયન 50 બોલમાં vs ઈંગ્લેન્ડ, બેંગલુરુ, 2011

ગ્લેન મેક્સવેલ 51 બોલમાં vs શ્રીલંકા, સિડની, 2015

એબી ડી વિલિયર્સ 52 બોલમાં vs વેસ્ટ ઈન્ડિઝ, સિડની 2015

એક ઈનિંગમાં ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી

એડન માર્કરમ ઉપરાંત ક્વિન્ટન ડી કોક અને રાસી વાન ડેર ડુસેને પણ દક્ષિણ આફ્રિકા માટે સદી ફટકારી હતી. ડી કોકે 84 બોલમાં 100 રન બનાવ્યા હતા જેમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. જ્યારે ડુસેને 110 બોલમાં 108 રન બનાવ્યા હતા. ડુસેને પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ODI World Cupના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે એક મેચની એક ઈનિંગમાં ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હોય. આ ઘટના વન-ડે ઈન્ટરનેશનલમાં ચોથી વખત બની છે.

વનડે ઇન્ટરનેશનલમાં એક ટીમ તરફથી ત્રણ સદી

દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, જોહાનિસબર્ગ, 2015

દક્ષિણ આફ્રિકા vs ભારત, વાનખેડે, 2015

ઈંગ્લેન્ડ vs નેધરલેન્ડ્સ, એમ્સ્ટેલવીન, 2022

દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા, દિલ્હી 2023

ODI World Cupના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર

સાઉથ આફ્રિકાએ શ્રીલંકા સામેની મેચમાં પાંચ વિકેટે 428 રન બનાવ્યા હતા, આ ODI World Cupના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે પર્થમાં વર્લ્ડ કપ 2015માં અફઘાનિસ્તાન સામે 6 વિકેટે 417 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ ODI World Cup મેચમાં ત્રીજી વખત અને એકંદરે આઠમી વખત 400 કે તેથી વધુ રન બનાવ્યા હતા.

ODI World Cupમાં સર્વોચ્ચ સ્કોર

428/5- દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા, દિલ્હી 2023

417/6- ઓસ્ટ્રેલિયા vs અફઘાનિસ્તાન, પર્થ 2015

413/5- ભારત vs બર્મુડા, પોર્ટ ઓફ સ્પેન 2007

411/4- દક્ષિણ આફ્રિકા vs આયર્લેન્ડ, કેનબેરા 2015

408/5- દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, સિડની, 2015

ODI World Cupમાં 400થી વધુનો સર્વોચ્ચ સ્કોર

3- દક્ષિણ આફ્રિકા

1- ભારત

1- ઓસ્ટ્રેલિયા

ODIમાં 400થી વધુનો સર્વોચ્ચ સ્કોર

8- દક્ષિણ આફ્રિકા

6- ભારત

5- ઈંગ્લેન્ડ

2- ઓસ્ટ્રેલિયા

2- શ્રીલંકા

શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના નામે

પ્રથમ વખત કોઈ ટીમે શ્રીલંકા સામે આટલા રન બનાવ્યા છે. આ પહેલા વનડે ઈન્ટરનેશનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના નામે હતો. ભારતે વર્ષ 2009માં રાજકોટ વનડેમાં 414/7 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે મથિશા પથિરાનાએ આ મેચમાં 95 રન આપ્યા, જે વિશ્વ કપમાં શ્રીલંકાનો બીજો સૌથી મોંઘો બોલર હતો.

ODI World Cupમાં સૌથી મોંઘો શ્રીલંકન બોલર

97- અશંથા ડીમેલ vs વેસ્ટ ઈન્ડિઝ, કરાચી 1987

95- મથિશા પાથિરાના vs દક્ષિણ આફ્રિકા, દિલ્હી 2023

88- નુવાન પ્રદીપ vs ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ 2019

87- થિસારા પરેરા vs ઓસ્ટ્રેલિયા, સિડની 2015

ODI World Cupની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાએ મળીને કુલ 754 રન બનાવ્યા હતા, જે કોઈપણ ODI World Cup મેચમાં સૌથી વધુ છે. અગાઉ વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે નોટિંગહામમાં રમાયેલી મેચમાં 714 રન બન્યા હતા. દક્ષિણ આફ્રિકા-શ્રીલંકા મેચમાં કુલ 105 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી, જે World Cupની કોઈપણ મેચમાં સૌથી વધુ છે.

ODI World Cup મેચમાં સૌથી વધુ રન

754 રન- દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા, દિલ્હી 2023

714 રન- ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ, નોટિંગહામ 2019

688 રન- ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા, સિડની 2015

682 રન- ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન, નોટિંગહામ 2019

676 રન- ભારત અને ઈંગ્લેન્ડ, બેંગલુરુ 2011

ODI World Cup મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી

105- દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા, દિલ્હી, 2023

93- વેસ્ટ ઈન્ડિઝ vs ન્યુઝીલેન્ડ, વેલિંગ્ટન, 2015

89- ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, બેસેટેરે, 2007

84- શ્રીલંકા vs કેન્યા, કેન્ડી, 1996

World Cup 2023 : દક્ષિણ આફ્રિકા-શ્રીલંકાની મેચમાં રનનો વરસાદ થયો, ઘણા વર્લ્ડ રેકોર્ડ તૂટ્યા, માર્કરમની તોફાની બેટિંગ 2 - image

Gujarat