આસામમાં હવે પછીની સરકાર દાઢી-ટોપી અને લૂંગીવાળા ચલાવશેઃ બદરુદ્દીન અજમલના પુત્રનુ એલાન

દિસપુર, તા. 3. એપ્રિલ, 2021 શનિવાર
આસામમાં કોંગ્રેસે બદરુદ્દીન અજમલના પ્રાદેશિક પક્ષ એઆઈડીયુએફ સાથે જોડાણ કરેલુ છે.જોકે બદરુદ્દીન અજમલના પુત્ર અબ્દુર રહીમ અજમલે ચૂંટણી સભામાં કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ આસામમાં રાજકીય પારો ઉપર ચઢી ગયો છે.
અજમલે પોતાના ઉમેદવારના પ્રચાર માટેની ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે, આસામમાં દાઢી, ટોપી અને લૂંગી પહેરવાવાળા સરકાર ચલાવશે.અમારી માતા બહેનોના દુપટ્ટાની ઈજ્જત તમામે કરવી પડશે.
દરમિયાન આસામના રાજકારણને જાણતા નિષ્ણાતોનુ કહેવુ છે કે, અજમલે જે વેશભૂષાની વાત કરી છે તે આસામમાં બંગાળી બોલનારા પ્રવાસી મુસ્લિમોની છે.એમ પણ આસામમાં ઘૂસણખોરોની સમસ્યા બહુ મોટી છે.
દરમિયા વિશ્વ હિન્દુ પરિષદે આ નિવેદન બાદ નિશાન સાધતા કહ્યુ છે કે, અજમલે પોતાની જેહાદી માનસિકતા દર્શાવી છે.અજમલે નક્કી કરી નાંખ્યુ છે કે, આસામમાં માત્ર મુસલમાન જ મુખ્યમંત્રી બનશે.જોકે આસામના બાકીના મતદારો અજમલની માનસિકતાને સારી રીતે જન્મે છે.આસામને જેહાદી રાજ્ય નહીં બનવા દેવાય.
દરમિયા ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડીએ કહ્યુ હતુ કે, શું હવે બદરુદ્દીન અજમલ આસામની ઓળખ બની ગયા છે?તકવાદની રાજનીતિ કરનારા લોકો બદરુદ્દીન અજમલનો હાથ પકડી રહ્યા છે.

