PM મોદીએ 'ચોલા ડોરા' ડ્રેસ પહેરી કેદારનાથ મંદિરમાં કરી પૂજા

ઉત્તરાખંડ, તા. 21 ઓક્ટોબર 2022 શુક્રવાર
PM મોદી ઉત્તરાખંડના પ્રવાસે છે. જ્યાં તેમણે કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. પીએમ મોદીએ ભગવાન શિવનો રુદ્રાભિષેક પણ કર્યો. દરમિયાન પીએમ મોદી એક ખાસ ડ્રેસમાં જોવા મળ્યા. જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. પીએમ મોદીએ જે ડ્રેસ પહેર્યો તે હિમાચલનો ખાસ 'ચોલા ડોરા' ડ્રેસ છે. જેને તાજેતરમાં જ એક મહિલાએ પીએમ મોદીને ભેટમાં આપ્યો હતો.

પીએમ મોદી હિમાચલના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને એક મહિલાએ ખાસ 'ચોલા ડોરા' ડ્રેસ ભેટમાં આપ્યો હતો. જેને હિમાચલના ચંબામાં રહેતા મહિલાએ હાથથી બનાવ્યો છે. જેની પર ખૂબ સરસ હસ્તકલા છે.

