Get The App

ચીને મિત્ર પાકિસ્તાનને આપ્યો ઝટકો, નવી યોજનાઓને મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

પાકિસ્તાનની આર્થિક, રાજકીય અને સુરક્ષાની સ્થિતિ ડામાડોળ હોવાનું કહી ચીનો લીધો મોટો નિર્ણય

કોરિડોર અંગેનો નિર્ણય કરનારી સંસ્થાની બેઠકમાં પાકિસ્તાનના સૂચનોની અવગણના કરવામાં આવી

Updated: Oct 3rd, 2023

GS TEAM


Google News
Google News
ચીને મિત્ર પાકિસ્તાનને આપ્યો ઝટકો, નવી યોજનાઓને મંજૂરી આપવાનો કર્યો ઈનકાર 1 - image

બીજિંગ-ઈસ્લામાબાદ, તા.03 ઓક્ટોબર-2023, મંગળવાર

પાકિસ્તાન હાલ 3 મોટા સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ બાબતોને ધ્યાને રાખી ચીને મિત્ર પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે... હાલ પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, ઉપરાંત ત્યાં રાજકીય સ્થિતિ પણ ડામાડોળ ચાલી રહ્યું છે... એટલું જ નહીં પાકિસ્તાનમાં રાજકીય સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે ચીને આ ત્રણેય સંકટોને ધ્યાને રાખી પાકિસ્તાનમાં નવી યોજનાઓને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

ચીને પાકિસ્તાનમાં નવી યોજનાઓને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો

આમ તો ચીન અને પાકિસ્તાનની મિત્રતા સદાબહાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ચીન માટે સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘બેલ્ટ એન્ડ રોડ (Belt and Road Project)’ના ભાગરૂપે બની રહેલા ‘ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (China-Pakistan Economic Corridor)’ છે. જોકે હવે પાકિસ્તાનમાં આ પ્રોજેક્ટને લઈ ચીનનો મોહ ભંગ થઈ ગયો છે. તાજેતરના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, રાજકીય અસ્થિરતા અને સુરક્ષા સંબંધિત ચિંતાઓના કારણે ચીને પાકિસ્તાનમાં નવી યોજનાઓને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ નવી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના પ્રસ્તાવોને નામંજૂર કરી દીધો છે.

કોરિડોર અંગેનો નિર્ણય કરનારી સંસ્થાની બેઠકમાં પાકિસ્તાનના સૂચનોની અવગણના

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો પ્રાથમિક નિર્ણય કરનારી સંસ્થાની બેઠક યોજાઈ હતી, જેમાં એવો નિર્ણય કરાયો કે, આ કોરિડોરનો વ્યાપ વધારવા સંબંધિત પાકિસ્તાનના સૂચનોને મંજૂરી અપાશે નહીં. રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, ચીને 500 કિલોવોલ્ટ ટ્રાન્સમિશન લાઈન બનાવવાના પાકિસ્તાનના પ્રસ્તાવને નામંજૂર કરી દીધો છે, જેના કારણે ઈલેક્ટ્રીસિટી ગ્રિડથી કરાંચીથી ગ્વાદર બંદરને જોડવા માટેના આ પ્રોજેક્ટ પર સંકટ આવી ચડ્યું છે.

પાકિસ્તાનમાં આતંકવાદથી ચીન ફફડ્યું ?

ચીને ટ્રાન્સમિશન લાઈનના પ્રોજેક્ટ અંગે પાકિસ્તાનને ભારપૂર્વક કહી દીધું છે કે, તે ગ્વાદરમાં કોલસાથી ચાલતા 400 મેગાવોટના પાવર પ્લાન્ટ અંગેના વાંધાઓને છોડી દે... ઉપરાંત આ પ્રોજેક્ટને જાળવી રાખવા માટે સ્થાનિક કોલસાનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે. રિપોર્ટમાં પાકિસ્તાને ચીન સાથે શેર કરેલો ડ્રાફ્ટ અને બંને પક્ષો તરફથી હસ્તાક્ષર કરાયેલા ડ્રાફ્ટમાં અસમાનતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આમાં જણાવાયું છે કે, એપ્રિલ-2022માં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ પાકિસ્તાન રાજકીય ઉથલ-પાથલ સામે ઝઝુમી રહ્યું છે. ઉપરાંત સુરક્ષા સંબંધિત ચિંતાઓ પણ યથાવત્ છે... આતંકીઓએ ઘણીવાર ચીનના હિતોને નિશાન બનાવ્યા છે. ચીનના એન્જિનિયરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે... અવાર-નવાર આત્મઘાતી બોંબ વિસ્ફોટોના કારણે સુરક્ષા સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

  ચીને મિત્ર પાકિસ્તાનને આપ્યો ઝટકો, નવી યોજનાઓને મંજૂરી આપવાનો કર્યો ઈનકાર 2 - image

 ચંદ્ર સુધી પાકિસ્તાનને સાથ આપશે ચીન, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

 પાકિસ્તાનમાં અમેરિકાના રાજદુતની એન્ટ્રી બાદ વિવાદ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

 ...તો ચીન-પાકિસ્તાનની ઊંડી જશે ઊંઘ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

 પોતાની જ સરકાર પર ભડક્યા પાકિસ્તાનીઓ, જાણો કેમ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

Tags :