Get The App

શાહિદની એક્શન થ્રીલર ફિલ્મ આવતાં વર્ષે રીલીઝ થશે

Updated: May 26th, 2023

GS TEAM

Google News
Google News
શાહિદની એક્શન થ્રીલર ફિલ્મ આવતાં વર્ષે રીલીઝ થશે 1 - image


મુંબઇ : શાહીદ કપૂરની એક એક્શન થ્રીલર ફિલ્મનું શૂટિંગ આગામી મહિનાઓમાં શરુ થશે અને તે આવતા વર્ષે રીલીઝ થશે. આ ફિલ્મનું ટાીટલ હજુ નક્કી થયું નથી. 

ફિલ્મનું દિગ્દર્શન મલયાલમ દિગ્દર્શક રોશન એન્ડ્રૂઝ કરશે.ફિલ્મની વાર્તા પોલીસ ઓફિસરની આસપાસ ફરે છે. જે એક હાઇ પ્રોફાઇલ કેસની તપાસ કરતો ગોય છે. જેમ જેમ તે આ તપાસમાં ઊંડો ઊતરતો જાય છે તેમ તેની સામે વિશ્વાસઘાત અને દગો થયાનું સામે આવે છે. શાહીદને  'જર્સી' ફિલ્મમાં નિષ્ફળતા બાદ 'ફર્જી' વેબસીરીઝમાં  સફળતા મળી હતી. તે પછી તેની 'બ્લડી ડેડી' પણ એકશન ઓરિએન્ટેડ છે. આથી શાહીદને હવે એક્શન રોલ પર જ વધુ ભરોસો બેસી ગયો છે. 

Tags :