Get The App

કારકિર્દીની શરૂઆતમાં અલગ રોલ લઈ જોખમ લેતા કલાકારો

Updated: Nov 6th, 2020

GS TEAM


Google News
Google News
કારકિર્દીની શરૂઆતમાં અલગ રોલ લઈ જોખમ લેતા કલાકારો 1 - image


ભૂતકાળમાં આમિર ખાને તેની કારકિર્દીની શરૂઆતમાં રૂપેરી પડદે અલગ જ રોલ ભજવ્યો હતો.  ૧૯૮૮માં રીલિઝ થયેલી ' કયામત સે કયામત તક'માં યુવાન આમિરે   કેટલીય યુવતીઓને ઘેલી કરી હતી. પરંતુ આ રોમેન્ટિક ડ્રામાના અંતમાં આમિરના પાત્રને મૃત્યુ પામતો દર્શાવામાં આવ્યો હતો. આમિરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી. 

કરણ કાપડિયા

હવે બોલીવૂડમા ંલોન્ચ થઇ રહેલો ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો કરણ કાપડિયાએ પણ પાત્ર બાબત જોખમ લીધું છે. તેણે 'બ્લેન્ક' ફિલ્મમાં 'સુસાઇડ બોમર'નું પાત્ર ભજવ્યું છે. આ પરથી જ સાબિત થાય છે કે આ નવોદિતે સરળતાથી રિસ્ક લીધું  છે. 

આયુષ્યમાન ખુરાના

આયુષ્યમાન ખુરાનાએ સાત વરસ અગાઉ કારકિર્દીની શરૂઆત ' વિકી ડોનર' ફિલ્મથી કરી હતી. આ ફિલ્મમાં તે પોતાના સ્પર્મને ડોનર કરતા યુવાનના પાત્રમાં જોવા મળ્યો હતો. સુજિત સરકારની આ ફિલ્મ એક જ અલગ વિષય ધરાવતી હતી અને આવા વિષયવાળી આ પ્રથમ ફિલ્મ હતી જે રૂપેરી પડદે રીલિઝ થઇ હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર સફળ થઇ હતી. ત્યાર બાદ ઘણા કલાકારોએ અલગ જ વિષય ધરાવતી ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કર્યું હતું. 

સુશાન્ત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત ટચૂકડા પડદે કામ કરતો હોવાથી તેનાથી મોટા ભાગના લોકો પરિચિત હતા. ૨૦૧૪માં તેણે 'પવિત્ર રિસ્તા' સિરીયલમાં માનવનું પાત્ર ભજવીને લોકપ્રિયતા હાંસિલ કરી હતી. તેણે પોતાની કારકિર્દી રોમેન્ટિક ફિલ્મોથી કરવાની બદલે, અભિષેક કપૂરની ૨૦૧૩ની 'કાયપો છે' ફિલ્મથી કરી. આ ફિલ્મને ક્રિટિક્સોએ પણ વખાણી હતી. બોક્સ ઓફિસ પર સફળતા પણ મળી હતી. આ પછી પણ સુશાન્તે અલગ જ વિષય ધરાવતી ફિલ્મો સાથે જોડાવાનું ચાલુ રાખ્યું.

વિકી કૌશલ

એકશન દિગ્દર્શક સામ કોશલનોપુત્ર વિકી કૌશલ ડાન્સ-ગીતોવાળી ફિલ્મને પસંદ કરી કારકિર્દીની શરૂઆત કરી શક્યો હોત. પરંતુ વિકીએ ૨૦૧૫ની 'મસાન' ફિલ્મમાં કામ કર્યું. તેણે વારાણસીના ઘાટ પર મૃતદેહોની અંતિમવિધી કરનાર  વ્યક્તિનું પાત્ર ભજવ્યુ ંહતું. એ પછી તેણે એક પછી એક સફળ   ફિલ્મો આપી. ૨૦૧૯માં રીલિઝ થયેલી 'ઉરી ઃ ધી સર્જિકલ સ્ટ્રાઇક' ફિલ્મે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી.વિકીના આ ફિલ્મનો અભિનય અને ડાયલોગ લોકોમાં ચર્ચાને પાત્ર બન્યો હતો. 

રાજ કુમાર રાવ

ધી નેશનલ એવોર્ડ વિનર રાજ કુમાર રાવની માંગ બોલીવૂડમાં ઘણી છે. રાજ કુમાર રાવે કારકિર્દીની શરૂઆતમાં અમિતાભ બચ્ચનની 'રાન' ફિલ્મમાં નાનકડું પાત્ર ભજવ્યુ ંહતું. જોકે ત્યારે તેની ખાસ નોંધ લેવાણી નહોતી. પરંતુ ૨૦૧૦ની 'લવ સેક્સ ઔર ધોખા'માં તેણે પોતાના અભિનયથી સહુને પ્રભાવિત કર્યા હતા. તેણે તેની પ્રથમ ફિલ્મમાં મુખ્ય પાત્ર એટલે કે હીરો તરીકે કામ કર્યુ ંનહોતું, પરંતુ પોતાની અભિનય  ક્ષમતાની ઊંડી છાપ લોકો પર છોડી હતી. તેણે બહુ ઓછા જાણીતા વિશયવાળી ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરીને લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો છે. 

ઇશાન ખટ્ટર

તેના મોટા ભાઇ શાહિદ કપૂરે ૨૦૦૩માં 'ઇશ્ક વિશ્કથી કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ ઇશાને એવોર્ડ વિનિંગ ફિલ્મસર્જક મજીદ મજિદીની 'બિયોન્ડ ધી ક્લાઉડસ'માં ૨૦૧૭માં કામ કર્યું.

જેમાં તેણે રસ્તા  પરના ડ્રગ ફેરિયાનું પાત્ર ભજવ્યુ ંહતુ.ં કારકિર્દીની પ્રથમ ફિલ્મમાં આ પ્રકારનું પાત્ર ભજવીને ઇશાને  મોટુ ંજોખમ ખેડયું  હતું. પરંતુ તેના પાત્રને ક્રિટિક્સોએ વખાણ્યું હતું તેમજ બોલીવૂડના માંધાતાઓની નજરમાં આ ૨૩ વર્ષીય યુવક વસી ગયો. આ બાદ તેણે ૨૦૧૮માં જાહ્નવી કપૂર સાથે 'ધડક' ફિલ્મમાં  કામ કર્યું. 

Tags :