For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મધ્યરાત્રિએ સૂર્યદર્શન, નવાઈની વાત !

Updated: Apr 27th, 2024

મધ્યરાત્રિએ સૂર્યદર્શન, નવાઈની વાત !

અ ડધી રાત્રે આકાશમાં સૂર્ય દેખાય તે માની શકાય તેવી વાત નથી પરંતુ  પૃથ્વી પર એવા થોડા સ્થળો છે કે જ્યાં રાત્રે પણ સૂર્ય દેખાય છે. કુદરતી અજાયબી જેવી આ ઘટના ચોક્કસ સમય ગાળામાં ચોક્કસ સ્થળે જ બને છે.

પૃથ્વી ૨૪ કલાકમાં પોતાની ધરી પર એક ચક્ર પુરું કરે છે. સૂર્ય સ્થિર છે. એટલે પૃથ્વી પર દિવસ રાત થાય છે અને ૧૨ કલાક સૂર્ય દેખાતો નથી. પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે. આ  ગતિવિધિનો સમયગાળો ચોક્કસ નથી. શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે અને ઉનાળામાં તેનાથી ઉલટું હોય છે તે જાણીતી વાત છે.

પૃથ્વીની ધરી ૨૩.૫ અંશના ખૂણે નમેલી છે. આ ત્રાંસી ધરીને કારણે ધ્રુવો ઉપર છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત સર્જાય છે. ૨૧મી જૂને ૬૬ અંશ ઉત્તર અક્ષાંશથી ૯૦ ઉત્તર અક્ષાંશ વિસ્તારમાં ૨૪ કલાક સૂર્ય દેખાય છે. કેલેન્ડર પ્રમાણે દિવસ, રાત અને સમય વિતે છે. ઉત્તર ધ્રુવ નજીક અલાસ્કા, ગ્રીનલેન્ડ, નોર્વે, સ્વિડન, ફિનલેંડ, વિગેરે દેશોમાં આ ઘટના બને છે. દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં વસતિ જ નથી.

નોર્વેના હેમટફેસ્ટ શહેરમાં મધ્યરાત્રિનો સૂર્ય જોવા પ્રવાસીઓ આવે છે. તેને મિડનાઈટ સન સીટી પણ કહે છે.

Gujarat