For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોહચુંબક કેવી રીતે બને છે? .

Updated: Apr 19th, 2024

લોહચુંબક કેવી રીતે બને છે?                                      .

લો ખંડની વસ્તુઓને આકર્ષીને પોતાની તરફ ખેંચતા લોહચુંબકે કે મેગ્નેટ એ લોખંડનો ટુકડો જ છે. 

પરંતુ તેમા ચુંબકીય શક્તિ હોય છે. આ શક્તિ કેવી રીતે આવે છે તે જાણો છો? વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચાય છે. આ ક્ષેત્રમાં લોખંડનો ટુકડો મુકવામાં આવે તો લોખંડના અણુઓ ચોક્કસ દિશામાં ગોઠવાઈ જાય છે. અને તે ચુંબક બની જાય છે. ચુંબક બે રીતે બને છે અને બે પ્રકારના હોય છે. લોખંડની આસપાસ ધાતુના તારનું ગુંચળું વિંટાળી તેમાં વીજળી દાખલ કરવાથી તે કામ ચલાઉ ચુંબક બને એટલે કે વીજપ્રવાહ હોય ત્યાં સુધી તે ચુંબકનો ગુણ રહે છે. મોટા ચુંબકને બીજા-લોખંડ સાથે એક જ દિશામાં ઘસવાથી લોખંડનો ટુકડો, ચુંબક બને છે અને તે કાયમી ગુણ ધરાવે છે. ચુંબકના ટુકડાનો એક છેડો દક્ષિણ અને બીજો ઉત્તર ધ્રુવ કહેવાય છે. ચુંબકના આ ગુણનો 

ઉપયોગ ઘણા ઇલેક્ટ્રોનિક સાધનોમાં થાય છે. દિશા બતાવતાં હોકા યંત્ર, ડોરબેલ , સ્પીકર, ઇલેક્ટ્રીક મોટર, જનરેટર, ડાયનેમાં વગેરે સાધનોમાં ચુંબક મુખ્ય ભાગ છે.

Gujarat