For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મુંબઈ-રાજસ્થાન મેચમાં બન્યા અનેક મોટા રેકોર્ડ, લીસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને ચહલનું પણ નામ

Updated: Apr 23rd, 2024

મુંબઈ-રાજસ્થાન મેચમાં બન્યા અનેક મોટા રેકોર્ડ, લીસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને ચહલનું પણ નામ
(Photo - IANS)

RR vs MI: રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટે 179 રન કર્યા હતા. રાજસ્થાને 18.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પાર પાડયું હતું.

યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ 

મુંબઈ ઈન્ડિયન્સ સામે યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ  કરીને 59 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. આ સેન્ચુરી ફટકારતા જ તે 23 વર્ષ કરતા નાની ઉંમરમાં જ આઈપીએલમાં 2 સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.

યુઝવેન્દ્ર ચહલ આઈપીએલમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર

યુઝવેન્દ્ર ચહલે મુંબઈ ઈન્ડિયન્સ સામે મોહમ્મદ નબીની વિકેટ લઈને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે આઈપીએલમાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે.

1000 રન પૂરા કરનાર સૌથી યુવા ખેલાડી

રિષભ પંત આઈપીએલમાં 1000 રન પૂરા કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયા છે. તેમણે 20 વર્ષ અને 218 દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો છે. તેમાંજ તિલક વર્મા પણ 21 વર્ષ અને 166 દિવસમાં આ સિદ્ધિ મેળવનાર ત્રીજા સૌથી યુવા ખેલાડી બની ગયા છે. 

પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ ખેલાડી 

ટ્રેન્ટ બોલ્ટના નામે આઈપીએલની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેણે પ્રથમ ઓવરમાં કુલ 26 વિકેટ લીધી છે. આ પહેલા ભુવનેશ્વર કુમારના નામે આઈપીએલમાં પ્રથમ ઓવરમાં 25 વિકેટનો રેકોર્ડ હતો. 

આઈપીએલમાં બેસ્ટ સ્પેલ 

આઈપીએલ 2008માં સોહેલ તનવીરે રાજસ્થાન રોયલ માટે ચેન્નઈ સામે બેસ્ટ સ્પેલ ફેંક્યો હતો. સોહેલે તેની 4 ઓવરના સ્પેલમાં 14 રન આપીને 6 વિકેટ લીધી હતી. જયારે હવે સંદીપ શર્માએ રાજસ્થાન માટે મુંબઈ સામે ચોથો બેસ્ટ સ્પેલ ફેંકીને 18 રન આપીને 5 વિકેટ લીધી હતી.

Article Content Image

Gujarat