For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

6,6,6,6... બિલ જૈક્સે 41 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, RCBના નામે અનેક રેકોર્ડ નોંધાયા

Updated: Apr 28th, 2024

6,6,6,6... બિલ જૈક્સે 41 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, RCBના નામે અનેક રેકોર્ડ નોંધાયા

IPL 2024 : ઈંગ્લેન્ડના ઑલરાઉન્ડર વિલ જૈક્સે રવિવારે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. તેમણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 41 બોલમાં 5 ચોગ્ગા અને 10 છગ્ગાના દમ પર અણનમ 100 રનની ઈનિંગ રમી. જૈક્સે વિરાટ કોહલી (44 બોલમાં અણનમ 70 રન)ની સાથે 166 રનની ભાગીદારી કરી. જૈક્સે છગ્ગો લગાવીને ન માત્ર પોતાની સદી પૂર્ણ કરી પરંતુ આરસીબીને 9 વિકેટથી યાદગાર જીત અપાવી. આરસીબીએ 201 રનનો ટાર્ગેટ માત્ર 16 ઓવરમાં હાંસલ કરી લીધો.

જૈક્સે આઈપીએલ ઈતિહાસની પાંચમી સૌથી ફાસ્ટ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે આઈપીએલ ચેજમાં ત્રીજી સૌથી ફાસ્ટ સદી મારવાની કમાલ કરી છે. તેમણે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટને પછાડ્યો છે, જે ચોથા સ્થાન પર ખસી ગયો છે. તેમણે 2008માં 42 બોલમાં સદી બનાવી હતી. ગિલક્રિસ્ટ તે સમયે ડેક્કન ચાર્જર્સનો ભાગ હતા. આઈપીએલમાં સૌથી ફાસ્ટ સદી બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામ પર છે. તેમણે 2013માં પુણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી. ગેલ ત્યારે આરસીબી ફ્રેન્ચાઈજીમાં હતા.

જેક્સે આઈપીએલમાં ફિફ્ટી બાદ સૌથી ઓછા બોલમાં 50 રન બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તે માત્ર 10 બોલમાં 50 થી 100ના સ્કોર સુધી પહોંચી ગયા. ગત રેકોર્ડ 13 બોલનો હતો, જે ગેલે 2013માં પુણે સામે બનાવ્યો હતો. જેક્સ અને કોહલીએ ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ સૌથી મોટી પાર્ટનરશીપની કમાલ કરી છે. બંનેએ સંજૂ સેમસન અને રિયાન પરાગને પાછળ છોડ્યા, જેમણે હાલની સીઝનમાં ગુજરાતની સામે 130 રનની ભાગીદારી કરી હતી.

IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓ

  • 30 - ક્રિસ ગેલ - પુણે વોરિયર્સ સામે, બેંગલુરુ 2013
  • 37 - યુસુફ પઠાણ - MI સામે, મુંબઈ BS 2010
  • 38 - ડેવિડ મિલર - RCB સામે, મોહાલી 2013
  • 39 - ટ્રેવિસ હેડ - RCB સામે, બેંગલુરુ 2024
  • 41 - વિલ જેક RCB vs GT, અમદાવાદ 2024

IPL ચેઝમાં સૌથી ઝડપી સદી

  • 37 - યુસુફ પઠાણ vs MI (2010)
  • 38 - ડેવિડ મિલર vs RCB (2013)
  • 41 - વિલ જેક્સ vs GT (2024)
  • 42 - એડમ ગિલક્રિસ્ટ vs MI (2008)
  • 45 - જોની બેરસ્ટો vs KKR (2024)
  • 45 - સનથ જયસૂર્યા vs CSK (2008)

ગુજરાત ટાઈટન્સ સામે સૌથી મોટી ભાગીદારી

  • 166* વિરાટ કોહલી - ડબલ્યુ જેક્સ અમદાવાદ 2024
  • 130 સંજુ સેમસન - રિયાન પરાગ જયપુર 2024
  • 115 વિરાટ કોહલી - ફાફ ડુ પ્લેસિસ વાનખેડે 2022
  • 113 ઋષભ પંત - અક્ષર પટેલ દિલ્હી 2024

આરસીબીએ અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. આરસીબીએ આઈપીએલમાં બીજી વખત 200 પ્લસ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો છે. આ તેમની બીજી મોટી રન ચેજ છે. આ પહેલા આરસીબીએ 2010માં પંજાબ સામે 200 પ્લસનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આરસીબીએ આઈપીએલમાં 200 પ્લસ ટાર્ગેટનો પીછો કરતા સૌથી વધુ બોલ બાકી રહેતા જીત દાખલ કરી છે. આરસીબીએ 24 બોલ બાકી રહેતા એવું કર્યું. મુંબઈ ઈન્ડિયન્સે 2023માં 21 બોલ બાકી રહેતા મેચ જીતી હતી.

IPLમાં RCBનો સફળ રન ચેઝ

  • 204 vs પંજાબ, બેંગલુરુ 2010
  • 201 vs ગુજરાત ટાઇટન્સ, અમદાવાદ 2024
  • 192 vs રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ, બેંગલુરુ 2016
  • 187 vs સનરાઈઝર્સ હૈદરાબાદ, હૈદરાબાદ 2023

IPLમાં 200+ ટાર્ગેટનો પીછો કરતી વખતે સૌથી વધુ બોલ બાકી રહેતા જીત

  • 24 - RCB vs GT અમદાવાદ 2024
  • 21 - MI vs RCB વાનખેડે 2023
  • 15 - DC vs GL દિલ્હી 2017
  • 12 - MI vs SRH વાનખેડે 2023
  • IPL 2023 બાદથી દિવસ vs રાત્રિની રમતોમાં RCB
  • દિવસની મેચો: છમાંથી પાંચ મેચ જીતી
  • નાઇટ મેચ: 18 મેચોમાં પાંચ જીત
Gujarat