For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વસીમ જાફરે પસંદ કરેલી T20 વર્લ્ડકપ ટીમમાંથી ત્રણ ધુરંધર બેટ્સમેનો આઉટ, શું સિલેક્ટર્સ પણ આ જ ખેલાડીઓ પસંદ કરશે?

Updated: Apr 28th, 2024

વસીમ જાફરે પસંદ કરેલી T20 વર્લ્ડકપ ટીમમાંથી ત્રણ ધુરંધર બેટ્સમેનો આઉટ, શું સિલેક્ટર્સ પણ આ જ ખેલાડીઓ પસંદ કરશે?

Wasim Jaffer Pick team India Squad For T20 World Cup : પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન એક્સપર્ટ વસીમ જાફરે આગામી T20 વર્લ્ડકપ-2024 માટે પોતાની પસંદગીની ટીમ જાહેર કરી છે, પરંતુ તેમણે પોતાની ટીમમાં કે.એલ.રાહુલ, ઈશાન કિશન અને શુભમન ગિલ જેવા ધુરંધર બેટ્સમેનોને એન્ટ્રી આપી નથી. તેમણે પસંદ કરેલી ટીમ ઘણી બેલેન્સિંગ દેખાઈ રહી છે અને આશા છે કે, સિલેક્ટર્સ પરણ આ જ 15 ખેલાડીઓના નામ મહોર મારી શકે છે.

જાફરની ટીમમાં સાત બેટરની એન્ટ્રી

વસીમ જાફરની ટીમમાં રોહિત શર્મા (Rohit Sharma), વિરાટ કોહલી (Virat Kohli) સહિત કુલ સાત બેટ્સમેનોને સ્થાન અપાયું છે, જેમાં બે વિકેટ કીપર ઋષભ પંત અને સંજુ સેમસન સામેલ છે. જ્યારે મેચની શરૂઆત રોહિત શ્રમાની સાથે યશસ્વી જયસ્વાલ અને જરૂર પડશે વિરાટ કોહલી પણ પણ ઓપનિંગ કરી શકે છે. મિડલ ઓર્ડરની વાત કરીએ તો તેમાં સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને સંજુ સેમન જેવા ખેલાડી સામેલ છે. જાફરે મેચમાં ફિનિશિંગ ટચ આપવા માટે રિંકુ સિંહની પસંદગી કરી છે.

ઑલરાઉન્ડરમાં આ ત્રણના નામ

જાફની ટીમમાં ત્રણ ઓલરાઉન્ડર ખેલાડીને પણ સ્થાન અપાયું છે. તેમણે હાર્દિક પંડ્યા ઉપરાંત શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની પસંદગી કરી છે. આ ત્રણે ખેલાડીઓ શ્રેષ્ઠ બેટર હોવા ઉપરાંત બોલિંગમાં પણ દમદાર ભૂમિકા નિભાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ-2024માં હાર્દિક પંડ્યાએ વધુ બોલિંગ કરી નથી, જ્યારે દુબેએ તો એક પણ બોલ ફેંક્યો નથી, તેમ છતાં બંને ટી20 વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. જાફરે બોલિંગમાં જયપ્રીમ બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજની જ્યારે સ્પિન બોલર તરીકે કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહણની પસંદગી કરી છે. 

વસીમ જાફરની T20 વર્લ્ડ કપ-2024 માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, રિંકુ સિંહ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ બ્રહ્મભુજ, મોહમ્મદ સિંઘમ, અર્શદીપ સિંહ...

Gujarat