For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

T20 વર્લ્ડકપ પહેલા ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી લીધો સંન્યાસ, ટીમમાં નામ ન આવતા લીધો નિર્ણય

Updated: May 10th, 2024

T20 વર્લ્ડકપ પહેલા ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી લીધો સંન્યાસ, ટીમમાં નામ ન આવતા લીધો નિર્ણય

Image: Facebook

Colin Munro: ટી20 ક્રિકેટનું વર્ષ 2024 ખૂબ ખાસ થવા જઈ રહ્યું છે. આ વર્ષે જૂન મહિનામાં ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. 20 ટીમોની વચ્ચે આ ટુર્નામેન્ટ રમાવાની છે. ઘણી ટીમોએ આ માટે પોતાની સ્કવોડનું એલાન પણ કરી દીધું છે. આ વચ્ચે ચાહકો માટે વર્લ્ડ કપ પહેલા એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ટી20 ક્રિકેટના સૌથી ખતરનાક બેટ્સમેનોમાં એક કોલિન મુનરોએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટનું એલાન કરી દીધું છે. આગામી ટુર્નામેન્ટ માટે ન્યૂઝીલેન્ડની સ્કવોડમાં પસંદગી ન થવા બાદ તેણે આ નિર્ણય કર્યો છે. મુનરોએ વર્ષ 2020 બાદથી ન્યૂઝીલેન્ડ માટે એક પણ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. તેમ છતાં તેણે પોતાને વર્લ્ડ કપ માટે તૈયાર ગણાવ્યો હતો. આ સિવાય બોર્ડ તેના નામ પર વિચાર પણ કરી રહ્યું હતું.

આ કારણોસર નિવૃત્તિની જાહેરાત

ન્યૂઝીલેન્ડના કોચ ગ્રે સ્ટીડે એ વાતની પુષ્ટિ કરી છે કે ટીમની પસંદગી સમયે મુનરો વિશે સેલેક્ટર્સની વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય તેમને ટીમમાં સ્થાન મળી શક્યું નહીં. છેલ્લા ચાર વર્ષોમાં તેમણે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ખૂબ નામ કમાયુ અને વિશ્વભરની ઘણી લીગમાં તેમણે ભાગ લીધો પરંતુ હવે તેમણે ઈન્ટરનેશનલ કરિયરને અલવિદા કહી દીધું છે. જોકે તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. 

મુનરોએ શું કહ્યું

મુનરોએ કહ્યું કે બ્લેક કેપ્સ (ન્યૂઝીલેન્ડ) માટે રમવું હંમેશા મારા રમત કરિયરની સૌથી મોટી સિદ્ધિ રહી છે. મને તે જર્સીને પહેરવાથી ગર્વ ક્યારેય અનુભવાયો નથી અને હું તમામ ફોર્મેટમાં 123 વખત આવું કરવામાં સક્ષમ છુ, કંઈ એવું છે જેની પર મને હંમેશા અવિશ્વસનીય રીતે ગર્વ રહેશે. જોકે ઘણા સમય પહેલા અંતિમ ઈન્ટરનેશનલ મેચ રમી હતી, મે ક્યારેય આશા છોડી નહોતી કે હુ પોતાની ફ્રેન્ચાઈઝી ટી20 ફોર્મના દમ પર વાપસી કરવામાં સક્ષમ થઈ શકુ છુ. ટી20 વર્લ્ડ કપ માટે બ્લેક કેપ્સ ટીમની જાહેરાતની સાથે હવે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે.

ઈન્ટરનેશનલ કરિયર કેવું રહ્યું

મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે એક ટેસ્ટ, 57 વનડે અને 65 ટી20 મેચ રમી. તેણે ટી20 ઈન્ટરનેશનલમાં 3 સદી ફટકારી છે, જેમાં 2018માં વેસ્ટઈન્ડિઝ સામે 47 બોલમાં સદી પણ સામેલ હતી, જે તે સમયે ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ હતો. તેણે શ્રીલંકા સામે 14 બોલમાં અડધી સદી પણ બનાવી છે જે બ્લેક કેપ્સ રેકોર્ડ છે અને ટી20 ક્રિકેટમાં ચોથી સૌથી ઝડપી અડધી સદી છે. ન્યૂઝીલેન્ડ માટે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી પણ તેના જ નામે છે.

Gujarat