For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IPL 2024 વચ્ચે અનુભવી ખેલાડીએ આપ્યો ઝટકો, T-20 વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું

Updated: Apr 23rd, 2024

IPL 2024 વચ્ચે અનુભવી ખેલાડીએ આપ્યો ઝટકો, T-20 વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું

Sports: IPL 2024ની વચ્ચે આ અનુભવી ખેલાડીએ પોતાની ટીમને જોરદાર ઝટકો આપ્યો છે. તેણે T20 વર્લ્ડ કપ રમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. T20 વર્લ્ડ કપ માટે ટીમની ટૂંક સમયમાં જાહેરાત થવાની હતી, પરંતુ તે પહેલા જ ખેલાડીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું

IPL 2024 વચ્ચે કરોડો ક્રિકેટ પ્રેમીઓને મોટો આંચકો લાગ્યો છે. વર્લ્ડ કપ માટેની ટીમ હજુ જાહેર કરવામાં આવી નથી. પહેલી જૂનથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ટુંક સમયમાં જ ટીમની જાહેરાત કરવામાં આવનાર હતી, પરંતુ તે પહેલા જ એક અનુભવી ખેલાડીએ વર્લ્ડ કપ રમવાનો ઈન્કાર કરી દીધો છે. ખેલાડીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે વર્લ્ડ કપ નહીં રમે. તેણે પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું છે, આ કારણે ટીમને પણ પરિણામ ભોગવવું પડી શકે છે. 

વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રમવાનો ઈન્કાર કર્યો

T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તમામ ટીમો તૈયારીઓમાં વ્યસ્ત છે. વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને યુએસએ (USA)માં યોજાવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝને તેના હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે. ત્યારે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પૉવેલે (Rovman Powell) કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) તરફથી રમી રહેલા વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર સુનીલ નારાયણને વર્લ્ડ કપ ટીમનો ભાગ બનવા માટે વિનંતી કરી હતી. સુનીલ નારાયણ (Sunil Narayan) પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (international cricket)થી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. પરંતુ વર્લ્ડ કપ પહેલા વેસ્ટ ઈન્ડિઝના ઘણા ખેલાડીઓ ઈચ્છતા હતા કે તે નિવૃત્તિમાંથી પાછો આવે અને વર્લ્ડ કપ રમે, પરંતુ સુનીલ નારાયણે આમ કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે પુષ્ટિ કરી છે કે તે વર્લ્ડ કપ ટીમનો ભાગ નહીં હોય. આનાથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેમજ કરોડો ચાહકોને આંચકો લાગ્યો છે.

Article Content Image

Gujarat