For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ક્રિઝ પર જઈને ડર્યા વિના રમ..', પંત-ઈશાન કે સંજુ નહીં પણ આ વિકેટકીપર પર સૌરવ ગાંગુલી ફિદા

Updated: Apr 24th, 2024

'ક્રિઝ પર જઈને ડર્યા વિના રમ..', પંત-ઈશાન કે સંજુ નહીં પણ આ વિકેટકીપર પર સૌરવ ગાંગુલી ફિદા

T20 World Cup 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 દરમિયાન T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. વર્લ્ડ કપની ટીમમાં વિકેટ કીપરના સ્થાન માટે આ વખતે ચાર ખેલાડી રેશમાં છે ત્યારે ભારતીય પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) આ વિકેટકીપર પર ફિદા થયા છે અને તેના માટે ખાસ સંદેશ પણ આપ્યો છે. જેનાથી તે વિકેટકીપર માટે વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં જગ્યા બનાવવી સરળ બનશે.

વર્લ્ડ કપ માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત થઈ શકે

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) ટૂંક સમયમાં IPL 2024 દરમિયાન  T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. હાલ ભારતીય ખેલાડીઓ IPLમાં શાનદાર પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. તો બીજી તરફ આ વખતે બીસીસીઆઈ પસંદગીકારો માટે ભારતીય ટીમના 15 સભ્યોની પસંદગી કરવી ખૂબ જ પડકારજનક હશે.

વર્લ્ડ કપ પહેલા ગાંગુલીનો આ ખેલાડી માટે ખાસ સંદેશ

IPL પહેલા ભારતીય ટીમને વિકેટકીપરની તલાશ હતી, રિષભ પંત (Rishabh Pant)ની ઈજા બાદ ઘણા ખેલાડીઓએ ભારતીય ટીમ (Team India) માટે વિકેટકીપિંગ કર્યું હતું, પરંતુ હવે IPLમાં એવા ઘણા વિકેટકીપર બેટર મળ્યા છે જેઓ બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે T20 વર્લ્ડ કપ 2024 પહેલા, એક વિકેટકીપર બેટરને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો સપોર્ટ મળ્યો છે. અને ગાંગુલીએ વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીને એક ખાસ સંદેશ આપ્યો છે.

આ ખેલાડી પંત, ઈશાન અને સંજુ માટે ખતરો બન્યો

IPL 2024માં સંજુ સેમસન (Sanju Samson), ઈશાન કિશન (Ishan Kishan), રિષભ પંત અને કેએલ રાહુલ (KL Rahul) શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, BCCI પસંદગીકારોની નજર પણ આ વિકેટકીપર બેટર પર ટકેલી છે. હવે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કેએલ રાહુલ માટે ખાસ સંદેશ મોકલ્યો છે. સૌરવ ગાંગુલીએ મીડિયા વાતચીત દરમિયાન કહ્યું હતું કે 'મેં હંમેશા રાહુલને કહ્યું છે કે ક્રિઝ પર જઈને ડર્યા વિના રમ, ફક્ત જાઓ અને હિટ કરો. તમારી પાસે લાંબી બેટિંગ છે અને જો વિકેટો પડી જાય તો પણ તમે સંભાળી શકો છો. T-20 ક્રિકેટમાં કોઈપણ પ્રકારના ડર વગર રમવું ખૂબ જ જરૂરી છે.'

Article Content Image

Gujarat