For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હું જીવનમાં કેપ્ટન નહોતો ત્યારે પણ રમ્યો છું, IPLમાં કેપ્ટનશિપ મુદ્દે રોહિત શર્માનું દર્દ છલકાયું...

Updated: May 2nd, 2024

હું જીવનમાં કેપ્ટન નહોતો ત્યારે પણ રમ્યો છું, IPLમાં કેપ્ટનશિપ મુદ્દે રોહિત શર્માનું દર્દ છલકાયું...
Image Twitter 

Rohit Sharma Press Conference Ajit Agarkar: દર વર્ષે યોજાનાર ટી 20 વર્લ્ડ કપ 2024ની ભારતની ટીમ જાહેર થઈ ગઈ છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અજિત અગરકરની ઉપસ્થિતિમાં મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદ પરથી હટાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટીમનું સુકાન સોંપવામાં આવી છે. આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેના પ્રત્યુતરમાં રોહિત શર્માએ કહ્યું કે, ‘હું આ પહેલા ઘણી બધી મેચમાં કેપ્ટન હતો ત્યારે મેચ રમ્યો છું, એટલા માટે મારા માટે આ વાત કઈ નવાઈ નથી.’

મેં હમેશા એક ખેલાડી તરીકે જ રમવાની કોશિશ કરી છે: રોહિત

રોહિતે કહ્યું કે, ‘પહેલા હું કેપ્ટન હતો, પરંતુ તે પછી થોડા સમય માટે હું કેપ્ટન નહોતો. અને હવે ફરી કેપ્ટન છું. આ મારા જીવનનો અમૂલ્ય અનુભવ છે. મેં અલગ અલગ ટીમના કેપ્ટન હેઠળ મેચ રમી છે.  કેપ્ટન પદ સાથે મારે કોઈ લેવાદેવા નથી. મેં હમેશા એક ખેલાડી તરીકે જ રમવાની કોશિશ કરી છે. અને એક ખેલાડી તરીકે રમતો રહીશ.’

આ દરમિયાન અજિત અગરકરે કહ્યું કે, 'રોહિત એક શાનદાર કેપ્ટન છે, તે 50 ઓવરના વર્લ્ડકપમાં કે T20 વર્લ્ડકપ વચ્ચે ઘણાં બધા મહત્ત્વના નિર્ણય લીધા છે. હું જાણું છું કે હાર્દિક પંડ્યા IPLમાં કેવું પર્ફોર્મન્સ કરી રહ્યો છે.' 

કે. એલ. રાહુલ એક શાનદાર ખેલાડી છે: અગરકર

આ પ્રેસ કોન્ફરન્સમાં અગરકરને પ્રશ્ન પૂછાયો હતો કે, ‘આ વર્લ્ડ કપમાં કે.એલ. રાહુલને કેમ સ્થાન નથી અપાયું?’આ અંગે અગરકરે કહ્યું કે, ‘કે. એલ. રાહુલ એક શાનદાર ખેલાડી છે. અમે મિડલ ક્લાસના ખેલાડી પર વિચાર કરી રહ્યા છીએ. તે સારો બેસ્ટમેન અને બોલર છે. તે ઓપનિંગમાં રમે છે, તો ઋષભ પંત પાંચમા ક્રમે રમે છે, અને સંજુ સેમસન પણ રમવાની ક્ષમતા ધરાવે છે.’ 

રોહિતે ઑલરાઉન્ડર શિવમ દુબે અંગે કહ્યું કે, ‘અમારો ઑલરાઉન્ડર સારું પર્ફોર્મન્સ કરી રહ્યો છે. શિવમ દુબેની પસંદગી IPL ના પર્ફોર્મન્સના આધારે કરાઈ હતી. અમે તેને ટીમમાં લીધો છે પણ તે પ્લેઇંગ 11 માં આવી શકે તેની કોઈ ખાતરી નથી આપતા.’ 

રિંકુ સિંહને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો

IPLમાં જોરદાર ધૂમ મચાવતા ખેલાડી રિંકુ સિંહને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે, પરંતુ તેને 15 સભ્યની ટીમમાં સ્થાન મળ્યું નથી . આ અંગે રોહિતે કહ્યું કે ‘આમાં રિંકુ સિંહની કઈ ભૂલ નથી. રિંકુ સિંહ હવે અમારી સાથે મુસાફરી કરશે. આ મુસાફરી કરવી રિંકુ સિંહ માટે ઘણી કઠિન છે. પરંતુ તે ટીમના અમુક કારણોસર તે ટીમની બહાર છે. અમે ટીમ માટે વધારાના સ્પિનરને રજૂ કરવા માગતા હતા, પરંતુ ટીમને ચાર જ સ્પિનરની જરૂર હતી. હું તમે આનું કારણ અત્યારે નહીં જણાવું. અમેરિકા જઈને કારણ જણાવીશ.’  

અમે હંમેશા હાર્દિક પંડ્યાને ટીમમાં ઈચ્છતા હતા: અગરકર

IPL દરમિયાન વિરાટ કોહલીની સ્ટ્રાઈક રેટ મુદ્દે ટ્રોલ થતો રહ્યો છે.  આ અંગે અગરકરને સવાલ કરતા તેણે કહ્યું કે, ‘અનુભવ ખૂબજ મહત્ત્વનો છે. કોહલીના સ્ટ્રાઈક રેટને લઈને અમારે કોઈ ચર્ચા થઈ નથી. આ વિષે વધુ વિચારવું યોગ્ય નથી.’ તો ટીમમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પસંદગી અંગે અગરકરે કહ્યું કે, ‘અમે હંમેશા હાર્દિક પંડ્યાને ટીમમાં ઈચ્છતા હતા, તેના વિશે ક્યારેય કોઈ શંકા નહોતી.’

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બૂમરાહ , અર્શદીપ સિંહ, યુજ્વેંદ્ર ચહલ, સંજુ સેમસન, મોહમ્મદ સિરાજ. 

રિઝર્વ ખેલાડી 

શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન. 

  • ગ્રૂપ A- ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ
  • ગ્રૂપ B- ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
  • ગ્રૂપ C- ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પપુઆ ન્યૂ ગિની
  • ગ્રૂપ D- દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ
Gujarat