For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પગ ભાંગ્યો તો ડૉક્ટરે આપી ક્રિકેટ છોડવાની સલાહ: ગર્લફ્રેન્ડે આપ્યો સાથ, હવે IPLમાં ધમાલ મચાવી રહ્યો છે ખેલાડી

Updated: Apr 20th, 2024

પગ ભાંગ્યો તો ડૉક્ટરે આપી ક્રિકેટ છોડવાની સલાહ: ગર્લફ્રેન્ડે આપ્યો સાથ, હવે IPLમાં ધમાલ મચાવી રહ્યો છે ખેલાડી

IPL 2024: નિકલસ પૂરન IPL 2024માં ધમાલ મચાવી રહ્યા છે. જો કે ગયા વર્ષે તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. પરતું આ સિઝનમાં નિકલસે  161થી વધુ સ્ટ્રાઈક રેટથી રમીને 223 રન બનાવ્યા છે. નિકલસ પૂરન છેલ્લા 2 વર્ષથી લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યા છે. 

નિકલસ પૂરનનું થયું હતું એકસીડન્ટ

વર્ષ 2015માં 19 વર્ષની ઉંમરે નિકલસ પૂરનનું એક ગંભીર કાર એકસીડન્ટ થયું હતું. જેમાં તેના બંને પગમાં ફ્રેક્ચર થયું હતું. એવામાં ડોકટરે કહ્યું હતું કે ભવિષ્યમાં તે ભાગ્યે જ તે ક્રિકેટ રમી શકશે. જયારે વેસ્ટ ઈન્ડિઝના વિકેટ કીપર બેટ્સમેન પૂરને પણ સ્વીકાર્યું હતું કે તેને પગમાં કઈ પણ અહેસાસ થતો ન હતો. 

18 મહિના સુધી ક્રિકેટ મેદાનથી તેઓ દૂર રહ્યા. એ સમયે એવું જ લાગતું હતું કે પૂરન ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ઓળખ ઉભી કરે તે પહેલા જ નિવૃત્તિ લઈ લેશે. એ સમયે તેને પોતાનું ભવિષ્ય શું હશે તે વિષે ખબર ન હતી. એ સમયે તેની ગર્લફ્રેન્ડે પૂરનને સપોર્ટ કર્યો હતો. 

ગર્લફ્રેન્ડે નિકલસને સપોર્ટ કર્યો 

તે સમયે નિકલસ પૂરન એલિસા મિગુએલ સાથે રિલેશનશિપમાં હતા. તે દરમિયાન, એલિસાએ નિકલસને સપોર્ટ કર્યો અને તેને ઈજામાંથી બહાર આવવામાં મદદ કરી હતી. જે બાબતે પૂરને પોતે એક પોસ્ટમાં આ જણાવ્યું હતું. 

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કાર્ય બાદ નિકોલસ પૂરને વર્ષ 2020માં એલિસા મિગુએલ સાથે લગ્ન કર્યા હતા. લગભગ 2 વર્ષ પહેલા પૂરને પોતાની પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

તેણે અત્યાર સુધી 6 મેચમાં 223 રન બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 74 રહ્યો છે. કેએલ રાહુલની કેપ્ટન્સીમાં આ વર્ષે ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. લખનઉએ અત્યાર સુધી 6માંથી 3 મેચ જીતી છે.

Article Content Image

Gujarat