For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Video: મેચ દરમિયાન કેમેરામેનની હરકતથી નારાજ થયા MS ધોની, ખુલ્લેઆમ બોટલ ફેંકી

Updated: Apr 24th, 2024

Video: મેચ દરમિયાન કેમેરામેનની હરકતથી નારાજ થયા MS ધોની, ખુલ્લેઆમ બોટલ ફેંકી

CSK vs LSG : કેપ્ટન કૂલ કહેવાતા ધોનીની CSKને એક જ સપ્તાહમાં બે અલગ-અલગ મેદાનમાં એક જ ટીમ સામે અને હવે તો હોમગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો છે. તમે 200 રન ફટકાર્યા હોય તેમ છતા તમે હારી જાવ તો અકળાઈ જાય તે સ્વાભાવિક છે. ગઈકાલની CSK vs LSGની મેચમાં ધોની કોઈક બાબતે ગુસ્સે થતો જોવા મળ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયોનો સમય અને સ્થિતિ જોઈને એક વાત સ્પષ્ટ છે કે ધોની મેચમાં હારની સ્થિતિમાં ડગમગી નહોતો ગયો પરંતુ બીજું જ એક કારણ હતુ જેનાથી તે ગુસ્સે થઈને બોટલ ઉગામતો નજરે પડે છે.

ચેન્નાઈની હારથી અકળાયો ધોની ?

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી IPL 2024ની 39મી મેચમાં લખનૌ સુપર જાયન્ટસે ટોચ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નવ નિયુક્ત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે CSK માટે 108 રન ફટકારીને ટીમને 210 રનના સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી પરંતુ CSKના બોલરો LSGના આક્રમણ સામે ટકી શક્યા ન હતા અને 6 વિકેટથી મેચ હારી ગયા હતા. CSK vs LSGની મેચમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોયનિસ વિલન બન્યો હતો. એકતરફથી તાબડતોબ બેટિંગ કરીને 63 બોલમાં 124 રનની અણનમ ઇનિંગ સાથે લખનૌને મેચમાં ટકાવી રાખી અંતિમ ઓવરમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે માત આપી હતી. આ શાનદાર પરફોર્મન્સને કારણે માર્કસને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ એનાયત થયો હતો.

ધોનીનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો CSKની બેટિંગ સમયનો છે એટલેકે એક વાત સ્પષ્ટ છે કે ચેન્નાઈની હાર નજીક દેખાતા ધોની નહોતો અકળાયો. હવે વાત છે કે ધોની કોના પર અને કેમ નારાજ થયો હતો ?

ધોની સામાન્ય રીતે એક્સપ્રેશન રજૂ કરતો નથી અને ખાસ કરીને કેમેરામાં રહેવા માટે પ્રયાસ કરતો નથી. પરંતુ આ વર્ષની સીઝનની અંતિમ બોલોની પાવરપેક ઈનિંગને કારણે ક્રિકેટ ફેન્સને ફિનિશર ધોનીની યાદો તાજા થઈ છે અને બધા ધોનીને બેટિંગ કરતો નીહાળવા માંગે છે. ગઈકાલે તો કોમેન્ટરી દરમિયાન પણ એવું સાંભળવા મળ્યું હતુ કે દર્શકો દુઆ માંગી રહ્યાં છે કે ધૂંઆધાર બેટિંગ કરી રહેલા દુબે અને ગાયકવાડમાંથી કોઈક ખેલાડી આઉટ થાય અને ધોની બેટિંગ કરવા ઉતરે. આ બંને ખેલાડીઓની સ્ફોટક બેટિંગ સમયે કેમેરામેન તેમને બતાવવાના બદલે ટીવી સ્ક્રીન પર સતત ધોનીને ડ્રેસિંગ રૂમમાં બેઠેલો-ઉભેલો બતાવી રહ્યો હતો. આ જોઈને ધોની થોડો ગુસ્સે થઈ ગયો હશે.

કેમેરામેન દ્વારા સતત તેના પર ફોકસિંગને કારણે માહી અસહજ દેખાવા લાગ્યો હતો અને આ સ્થિતિમાં જ ધોનીએ પોતાના હાથમાં રહેલી બોટલ ફેંકવાનો ઈશારો કર્યો હતો જેનો વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. બોટલ ઉંચી કરીને ધોની કેમેરામેનને હળવા અંદાજમાં કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેને આ પસંદ નથી આવી રહ્યું. મેદાન પર રમી રહેલા ખેલાડીને વધુ મહત્વ મળવું જોઈએ.

જોકે અનેક યુઝર્સ આને કેપ્ટલ કૂલનો પિત્તો ગુમાવવો અને હાર ભાળી જતા ધોની અકળાયા જેવા વ્યર્થ કારણોમાં ગણાવી રહ્યાં છે પરંતુ હકીકત એ છે કે આ વીડિયો વાયરલ થયો તે સમયે તો પ્રથમ ઈનિંગ એટલેકે CSKની તો બેટિંગ ચાલી રહી હતી તદુપરાંત CSK મજબૂત સ્થિતિમાં પણ હતુ.

Gujarat