For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાનના પડદાં સાચવજો...: ધોનીની એન્ટ્રી સમયે એપલની ઘડિયાળે આપી ચેતવણી, ક્વિન્ટન ડીકૉકની પત્નીએ શેર કરેલી તસવીર વાયરલ

Updated: Apr 20th, 2024

કાનના પડદાં સાચવજો...: ધોનીની એન્ટ્રી સમયે એપલની ઘડિયાળે આપી ચેતવણી, ક્વિન્ટન ડીકૉકની પત્નીએ શેર કરેલી તસવીર વાયરલ

Image Source: Twitter

CSK vs LSG IPL 2024, MS Dhoni Entry: ભારતીય ક્રિકેટ ટીમ તથા IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની લોકપ્રિયતા અલગ લેવલ પર છે. ચાહકો તેને ખૂબ જ પ્રેમ કરે છે. ફરી એક વખત ક્રિકેટ લવર્સને મહેન્દ્ર સિંહ ધોનીની વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી. માહીની આ વિસ્ફોટક બેટિંગ લખનઉ સુપર જાયન્ટ્સ સામે જોવા મળી હતી. પરંતુ બેટિંગ પહેલા જ્યારે માહી લખનઉના એકાના સ્ટેડિયમમાં એન્ટ્રી કરે છે ત્યારે ચાહકોએ ખૂબ જ શોર મચાવ્યો હતો અને માહીનું સ્વાગત કર્યું હતું. તેના પર LSGના સ્ટાર ખેલાડી ક્વિન્ટન ડીકૉકની પત્નીએ એક ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે. જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Article Content Image

ક્વિન્ટન ડીકૉકની પત્ની સાસાએ પોતાના સ્માર્ટ વોચ પર આવેલા એલર્ટનો ફોટો શેર કર્યો છે. આ એલર્ટ મેસેજમાં લખ્યું હતું કે, સ્ટેડિયમમાં એટલો વધારે અવાજ હતો કે, જો કોઈ અહીં સતત 10 મિનિટ સુધી રહે તો તે બહેરો થઈ શકે છે. એલર્ટ મેસેજમાં 95 ડેસિબલ અવાજ માપવામાં આવ્યો હતો જેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

સાસાને આ એલર્ટ મેસેજ ગ્રાઉન્ડ પર ધોનીની એન્ટ્રી દરમિયાન મળ્યો હતો. આ મેચમાં એમએસ ધોનીએ 9 બોલમાં 28 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

Gujarat