For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુલદીપ યાદવે પંતનો હાથ પકડીને કર્યો DRSનો ઈશારો, ફેન્સ બોલ્યા- આત્મવિશ્વાસ હોય તો આવો

Updated: Mar 29th, 2024

Article Content Image

Image Source: Twitter

રાજસ્થાન રોયલ્સ (RR) એ ગુરુવારે રમાયેલી આઈપીએલ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમને 12 રનોથી હરાવી દીધી. IPL 2024 સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ચાઈનામેન બોલર કુલદીપ યાદવ મેદાન પર પોતાના ફની અંદાજ માટે જાણીતો છે. રાજસ્થાન રોયલ્સ (RR) સામે ગુરુવારે રમાયેલી આઈપીએલ મેચમાં કુલદીપ યાદવે કંઈક એવુ કર્યુ જે દરેકને હસવા પર મજબૂર કરી દેશે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કુલદીપ યાદવની દાદાગીરી

જોકે, મેચ દરમિયાન ચાઈનામેન બોલર કુલદીપ યાદવે કેપ્ટન ઋષભ પંતનો હાથ પકડીને તેને બળજબરીપૂર્વક DRS લેવાનો ઈશારો કર્યો. આ ઘટના રાજસ્થાન રોયલ્સની ઈનિંગની આઠમી ઓવરની છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત આઠમી ઓવરમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવને બોલિંગ એટેક પર લઈને આવ્યો. આ ઓવરમાં કુલદીપ યાદવના પહેલા બોલ પર રિયાન પરાગે એક રન લઈને જોસ બટલરને સ્ટ્રાઈક આપી દીધી. આઠમી ઓવરના બીજા બોલ પર જોસ બટલરે કુલદીપ યાદવ સામે રિવર્સ સ્વીપ રમ્યો.

પંતનો હાથ પકડીને કુલદીપે કર્યો DRS નો ઈશારો

જોસ બટલર રિવર્સ સ્વીપ રમવાના ચક્કરમાં ચૂકી ગયો અને બોલ તેના પેડ પર વાગ્યો. જે બાદ કુલદીપ યાદવ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી પરંતુ અમ્પાયરે જોસ બટલરને આઉટ આપ્યો નહીં. કુલદીપ યાદવને વિશ્વાસ હતો કે જોસ બટલર LBW આઉટ છે દરમિયાન તેમણે કેપ્ટન ઋષભ પંતને DRS લેવા માટે કહ્યુ. ઋષભ પંત પણ DRS લેવા માટે કોન્ફિડેન્ટ નહોતો. કુલદીપ યાદવ જે બાદ સીધો કેપ્ટન ઋષભ પંતની પાસે પહોંચ્યો અને તેના ગ્લવ્સ પકડીને DRSનો ઈશારો કર્યો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

કુલદીપ યાદવનો નિર્ણય યોગ્ય સાબિત થયો. રિપ્લેમાં જાણ થઈ કે બોલ લાઈનમાં હતો અને ઈમ્પેક્ટ અને હિટિંગ પણ સ્ટમ્પ્સ પર હતી. દરમિયાન જોસ બટલરને પરત ફરવુ પડ્યુ. જોસ બટલર 16 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો. કુલદીપ યાદવની સૂઝબૂઝના કારણે દિલ્હી કેપિટલ્સને જોસ બટલરની મહત્વની વિકેટ મળી ગઈ. કુલદીપ યાદવે ઋષભ પંતનો હાથ પકડીને ડીઆરએસનો ઈશારો કરાવ્યો તો તે પણ હસવા લાગ્યો. રિયાન પરાગની 84 રનની તાબડતોડ ઈનિંગના દમ પર રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવીને સતત બીજી જીત નોંધાવી.

Gujarat