For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IPL 2024 : કોહલીએ રચ્યો ઈતિહાસ, 'વિરાટ' સિદ્ધી મેળવનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો

Updated: Apr 26th, 2024

IPL 2024 : કોહલીએ રચ્યો ઈતિહાસ, 'વિરાટ' સિદ્ધી મેળવનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો

Virat Kohali: ગુરુવારે IPL 2024 ની 41મી  હૈદરાબાદ સામેની મેચમાં આરસીબીએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. જયારે સનરાઇઝર્સ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 171 રન જ બનાવી શકી હતી. કોહલીએ 43 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

વિરાટ કોહલી અને રજત પાટીદારે કરી જોરદાર બેટિંગ 

વિરાટ કોહલી અને રજત પાટીદારે જોરદાર બેટિંગ કરી હતી. બંનેએ ફિફ્ટી ફટકારી હતી. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે કોહલીએ ઓપનિંગ બેટ્સમેન તરીકે IPLમાં 4000 રન પૂરા કર્યા હતા.

હૈદરાબાદ સામેની મેચમાં કોહલીએ 43 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ સિઝનમાં આ તેની ચોથી ફિફ્ટી છે. જ્યારે, પાટીદારે માત્ર 20 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. તેની આ સિઝનની ત્રીજી ફિફ્ટી હતી.  

IPLમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે કોહલીના 4000 રન

કોહલીએ આરસીબી માટે ઓપનર તરીકે મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 4000 રન પૂરા કર્યા. કોહલીએ ઓપનિંગ બેટ્સમેન તરીકે IPLમાં 4041 રન બનાવ્યા છે. આ સાથે તે શિખર ધવન અને ડેવિડ વોર્નરના ક્લબમાં સામેલ થઈ ગયો છે. 

પંજાબ કિંગ્સના કેપ્ટન આ મામલે ટોપ પર છે. તેણે અત્યાર સુધીમાં 6362 રન બનાવ્યા છે. તેમજ દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટર વોર્નરના નામે 5909 રન છે. આ મામલામાં ત્રીજા સ્થાને ક્રિસ ગેલનું નામ છે, જેણે 4480 રન બનાવ્યા છે. વિરાટ આ યાદીમાં ચોથા નંબર પર છે.

કોહલીએ IPLમાં 10મી વખત 400+ રન પૂરા કર્યા

2011થી સતત 10મી વખત વિરાટ કોહલી 400+ રન બનાવવામાં સફળ રહ્યો છે. આવું કરનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો. વર્ષ 2016માં તેણે સૌથી વધુ 973 રન બનાવ્યા હતા, જે IPLના ઈતિહાસમાં એક સિઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.

Article Content Image

Gujarat