For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇરફાન પઠાણે રિયાન પરાગને લઈને કરી દીધી મોટી ભવિષ્યવાણી, કહ્યું- 'આગામી બે વર્ષમાં તે ભારત માટે રમશે'

Updated: Mar 29th, 2024

Article Content Image

IPL 2024 : દિલ્હી કેપિટલ્સ (RR vs DC) સામેની મેચમાં રિયાન પરાગે વિસ્ફોટક ઇનિંગ રમીને ચાહકોના દિલ જીતી લીધા હતા. પરાગે 45 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. પરાગને તેની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. 

હવે ઈરફાન પઠાણે પરાગની ઈનિંગ જોઈને પ્રતિક્રિયા આપી છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને રિયાન પરાગ વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. ઈરફાને આશા વ્યક્ત કરી છે કે "આગામી બે વર્ષમાં રિયાન ભારત માટે રમશે." ઈરફાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

આસામના 22 વર્ષના રિયાને 45 બોલની ઈનિંગમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને આઈપીએલમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. તેની વિસ્ફોટક ઈનિંગ્સથી ટીમે છેલ્લી સાત ઓવરમાં 92 રન ઉમેર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા પાંચ વિકેટે 185 રન બનાવ્યા બાદ રાજસ્થાને દિલ્હીના દાવને પાંચ વિકેટે 173 રન પર રોકી દીધો હતો.

વર્તમાન આઈપીએલ સિઝનમાં નવ મેચોમાં હોમ ટીમની આ નવમી જીત છે. રાજસ્થાનની બે મેચમાં આ બીજી જીત છે જ્યારે દિલ્હીની આ સતત બીજી હાર છે. દિલ્હી તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે 23 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવ્યા હતા, જ્યારે ડેવિડ વોર્નરે 34 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા.

પોતાની 100મી આઈપીએલ મેચ રમી રહેલા વોર્નરે કેપ્ટન રિષભ પંત સાથે ત્રીજી વિકેટ માટે 46 બોલમાં 67 રનની ભાગીદારી કરી હતી, જ્યારે સ્ટબ્સે અક્ષર સાથે 27 બોલમાં 51 રનની અતૂટ ભાગીદારી કરી હતી. રાજસ્થાન માટે નાન્દ્રે બર્ગરે અને યુઝવેન્દ્ર ચહલે બે-બે વિકેટ લીધી હતી.

Gujarat