For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાત અને દિલ્હી વચ્ચે આજે અમદાવાદમાં મુકાબલો, 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે આ સ્ટાર ખેલાડી

Updated: Apr 17th, 2024

ગુજરાત અને દિલ્હી વચ્ચે આજે અમદાવાદમાં મુકાબલો, 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે આ સ્ટાર ખેલાડી

GT vs DC IPL 2024:IPL 2024ની 32મી મેચ આજે અમદાવાદમાં જ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ સિઝનમાં ગુજરાતે 6 મેચ રમીને ત્રણમાં જીત હાંસલ કરી છે. દિલ્હીએ પણ 6 મેચ રમી છે પણ બે જ જીતી છે. આજની મેચમાં કેપ્ટન શુભમન ગિલ અને રાશિદ ખાન ગુજરાત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

ગિલનો દબદબો :

ગુજરાત તરફથી શુભમન ગિલ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. સિલે આ સિઝનમાં અત્યાર સુધી 6 મેચ રમી છે અને તેમાં 255 રન બનાવ્યા છે જેમાં બે ફિફ્ટી શામેલ છે જેમાં પંજાબ કિંગ્સ સામેની 89 નોટઆઉટ ઈનિંગ યાદગાર રહી છે. આ સિવાય આજે તો હોમ ગ્રાઉન્ડ પર મેચ રમાશે જેનો લાભ ગિલ અને GTને વધુ મળી શકે છે.

ઈતિહાસના આંકડા પરથી રસપ્રદ વાત એ પણ છે કે ગિલનો ઈશાંત શર્મા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ સામે સારો રેકોર્ડ પણ છે. આ ત્રણેય બોલર દિલ્હી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તેઓ ગિલ સામે કંઈ ખાસ કરી શક્યા ન હતા તેથી આજની મેચ રસપ્રદ રહેશે.

રાશિદનું બેટ પણ ફુલ ફોર્મમાં :

અફઘાન ઓલરાઉન્ડર રાશિદ ખાન બોલિંગની સાથે બેટિંગમાં પણ સારો દેખાવ કરતો જોવા મળ્યો છે. છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 24 રન ફટકારીને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય માત્ર 18 રન આપીને 1 વિકેટ પણ લીધી હતી. 

જોકે આ એક મેચ સિવાય રાશિદ આ સિઝનમાં અન્ય કોઈપણ મેચમાં બેટથી કંઈ ખાસ કરી શક્યો નથી પરંતુ જો તેમને દિલ્હી સામે તક મળે તો તે ગુજરાત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. બોલિંગમાં રાશિદે આ સિઝનમાં 6 મેચમાં 6 વિકેટ લીધી છે અને બેસ્ટ પરફોર્મન્સ 49 રનમાં 2 વિકેટ હતું.

DCની સંભવિત પ્લેઇંગ ઇલેવન :

ડેવિડ વોર્નર, પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ, ઈશાંત શર્મા

ઈમ્પેક્ટ પ્લેયર- અભિષેક પોરેલ.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન :

શુભમન ગિલ (કેપ્ટન), મેથ્યુ વેડ (વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, સાઈ કિશોર, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન.


Gujarat